Junagadh News : જૂનાગઢ ખાતે સૌપ્રથમવાર ખડક ચઢાણની તાલીમમાં 12 યુનિવર્સિટીની 59 NSS ના સ્વયંસેવક બહેનોએ ભાગ લીધો.
- પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ અને રાજ્ય એન.એસ.એસ.સેલ, ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી-ગાંધીનગર આયોજીત ભક્તકવિ નરસિંહ મહેતા યુની.જૂનાગઢ પ્રાયોજીત ખડક ચઢાણ બેઝિક કોર્સ તા.19 થી 28 સપ્ટેમ્બર દરમિયાન જૂનાગઢ ખાતે વિવિધ 12 યુનિવર્સિટીના 59 જેટલા NSS ના સ્વયંસેવક બહેનો જોડાયા છે.
- જેમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ-04, સી.વી.એમ. યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર-04, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ-05, હેમચંદ્રાચાર્ય ઉ.ગુજરાત યુનિવર્સિટી, પાટણ-06, કડી સર્વવિશ્વ વિદ્યાલય ગાંધીનગર-02, સાર્વજનિક યુનિવર્સિટી, સુરત-02, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ-12, સિલ્વર ઓક યુનિવર્સિટી, અમદાવાદ-04, શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ગોધરા-04, ભગવાન મહાવીર યુનિવર્સિટી સુરત-04, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-04, ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી-07 અને 01 વ્યક્તિગત રીતે મળી કુલ 59 બહેનો જોડાયા છે.
- ગત તા.19 સપ્ટેમ્બરના રોજ ઉદ્ધાટન કાર્યક્રમ યોજાયો હતો.
- કાર્યક્રમના અંતે તમામ શીબીરાર્થી બહેનોને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા લેપટોપ બેગ આપવામાં આવી હતી.