Junagadh News : જૂનાગઢની નેત્રમ શાખાને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સતત આઠમી વખત પ્રથમ સન્માન પ્રાપ્ત થયું
- વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત CCTV કેમેરા દ્વારા જાન્યુઆરી-2023 થી માર્ચ-2023 દરમિયાન રાજ્યમાં કુલ 698 કેસો શોધવામાં મદદ મળેલ છે.
- જેના અંતર્ગત ‘શોધ’ અને ‘માર્ગ સુરક્ષા’ શ્રેણીમાં જિલ્લાઓની નેત્રમ ટીમ દ્વારા કરવામાં આવેલ ઉત્કૃષ્ઠ કામગીરીને રાજ્યના પોલીસ વડા દ્વારા બિરદાવવામાં આવી છે.
- આ સન્માન કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ નેત્રમ શાખાની ટીમે ઉત્કૃષ્ટ કામગીરી કરીને સતત આઠમી વખત પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.
- જે અન્વયે નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂની ટીમના પોલીસ કોન્સ. રાહુલગીરી મેઘનાથીને ગાંધીનગર ખાતે ડી.જી.પી.વિકાસ સહાય દ્વારા એવોર્ડ આપી સન્માનીત કર્યા હતા.
- બનાવના ભેદ ઉકેલાવાની કેટેગરીમાં આઠેય વખત જૂનાગઢ નેત્રમ શાખાને ગુજરાતમાં પ્રથમ નંબર એનાયત કરેલ છે, તેમજ 2 વખત ઇ-ચલણની કામગીરીમાં તેમજ 2 વખત ઇ-કોપ એવોર્ડ એનાયત કરેલ છે અને જૂનાગઢ જીલ્લા પોલીસને ગર્વ અપાવેલ છે.
- જૂનાગઢ નેત્રમ શાખાને જાન્યુ-2021 માં, ઓગષ્ટ-2021, ડિસેમ્બર-2021, એપ્રીલ-2021 (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરી તેમજ ઇ-ચલણની એમ બંને કેટેગરીમાં), જૂન-2022, સપ્ટેમ્બર-2022 (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરી તેમજ ઇ-ચલણની એમ બંને કેટેગરીમાં), ડીસેમ્બર-2022, ફેબ્રુઆરી-2023, એપ્રીલ-2023 અને જુલાઇ-2023માં પણ એવોર્ડ એનાયત કરી સન્માનીત કરવામાં આવેલ છે.
- આમ જૂનાગઢ નેત્રમ શાખાની સમગ્ર ટીમને ડી.જી.પી. દ્વારા ફક્ત 2.5 વર્ષના અંતરે 12-12 વખત શ્રેષ્ઠ કામગીરી કરવા સારૂ એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવેલ છે.