Junagadh News : જૂનાગઢમાં તહેવારોના દિવસોમાં જ હૃદયરોગ અકસ્માત તેમજ અન્ય બિમારીના રોજના 80 થી 90 કેસ નોંધાયા!

Junagadh News : જૂનાગઢમાં તહેવારોના દિવસોમાં જ હૃદયરોગ અકસ્માત તેમજ અન્ય બિમારીના રોજના 80 થી 90 કેસ નોંધાયા!
  • ગત તહેવારોના દિવસોમાં સામાન્ય દિવસો કરતા બમણા કેસ નોંધાયા હોવાનું 108 દ્વારા જાણવા મળ્યું છે.
  • ખાસ કરીને શહેરમાં સહેલાણીઓ ઉમટી પડતા તબીબી કેસમાં પણ ઉછાળો નોંધાયો હતો.
  • દિપાવલી, નૂતનવર્ષ તેમજ ભાઇબીજના દિવસે વાહન લઇને સગાસબંધીઓને મળવા તેમજ અન્ય કામ અર્થે વાહન લઇન જતા અકસ્માતથી ઇજાના તેમજ પડી જવાના કિસ્સા વધતા હોય છે.
  • ઉપરાંત દિપાવલી પર્વોમાં ફટાકડા ફોડવાથી ધુમાડાથી શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા સહિતના કિસ્સાઓ પણ વધતા હોય છે.
  • ઉપરાંત પ્રેગન્સી, હાર્ટના, દુ:ખાવા, તાવ, ડાયાબિટીસ સહિતના કેસોમાં વધારો નોંધાશે તેવી આગાહી ઇમજન્સી સેવા 108 દ્વારા દિપાવલી પર્વો પહેલાં કરવામાં આવી હતી.
  • જૂનાગઢ શહેરમાં ઇમરજન્સી સેવા 108 માં દિવાળી, બેસતુવર્ષ અને ભાઇબીજ એમ ત્રણ દિવસમાં વિવિધ બિમારીઓના 277 કેસ નોંધાયા હતા.
  • જેમાં દિવાળીના દિવસે માથાના ભાગે ઇજા, અકસ્માતના 25, હ્રદયરોગના 7, પ્રેગ્નન્સીના 20 તેમજ અન્ય મેડિકલના 32 મળી કુલ 84, નૂતનવર્ષના દિવસે માથાના ભાગે ઇજા, અકસ્માતના 28, હ્રદયરોગના 9, પ્રેગ્નન્સીના 18 તેમજ અન્ય મેડિકલના 33 મળી કુલ 88 અને ભાઇબીજના દિવસે માથાના ભાગે ઇજા, અકસ્માતના 26, હ્રદયરોગના 8, પ્રેગ્નન્સીના 21 તેમજ અન્ય મેડિકલના 50 મળી કુલ 105 કેસ નોંધાયા હતા.