Junagadh News : જૂનાગઢ પોલીસ તાલીમ મહાવિદ્યાલયની 668 મહિલા લોકરક્ષકનો યોજાયો દીક્ષાન્ત પરેડ સમારોહ

Junagadh News : જૂનાગઢ પોલીસ તાલીમ મહાવિદ્યાલયની 668 મહિલા લોકરક્ષકનો યોજાયો દીક્ષાન્ત પરેડ સમારોહ

  • જૂનાગઢની રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલયની ૬૬૮ મહિલા લોકરક્ષકની ૨૦ મી બેંચની આઠ માસની બેઝીક તાલીમ પૂર્ણ થતા બીલખા રોડ સ્થિત રાષ્ટ્રવિર છેલભાઇ દવે પોલીસ તાલીમ મહા વિદ્યાલયના ગ્રાઉન્ડમાં પ્રિન્સિપાલ અને રેન્જ આઇ.જી. શ્રી નિલેષ જાજડીયાના અધ્યક્ષ સ્થાને દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો.
  • આ પ્રસંગે પરેડ નિરીક્ષણ અને માર્ચ-પાસ્ટ બાદ પોલીસ તાલીમ મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ અને રેન્જ આઇ.જી. શ્રી નિલેષ જાજડીયાએ દિક્ષાંત પ્રવચનમાં નવનિયુક્ત મહિલા લોકરક્ષકોને જણાવ્યું હતું કે હવે પુરા શિસ્ત સાથે પોલીસ દળમાં ફરજ બજાવવાની છે ત્યારે હંમેશા બંધારણને વફાદાર રહીને રાષ્ટ્રભક્તિ સાથે કર્તવ્ય બજાવીએ. પોલીસે ગમે તે ઘડીએ સમાજના રક્ષણ માટે હંમેશા તત્પર રહેવાનું છે. મહિલા, બાળકો, વૃધ્ધો અને નિ:સહાય સહાય લોકોની પણ મદદ કરવાની છે. બંદોબસ્તથી માંડીને પ્રોટોકોલ મુજબની કામગીરીની જે તાલીમ આપવામાં આવી છે તેનો અમલ કરીને સમાજસેવામાં સરકારે સોંપેલી ફરજમાં સમર્પિત થવાની શીખ આપી.
  • સાથે ફરજથી ઉપર ઉઠીને પરિવાર સાથે સમય આપવો, વાંચન,રમત અને સેવાકીય બાબતોમાં રસરૂચિ પણ કેળવવા પર ભાર મુક્યો.
  • આ તાલીમ દરમિયાન ઇનડોર અને આઉટડોર શ્રેષ્ઠ કામગીરી અને વિશેષ કૌશલ્યથી કામ કરનાર મહિલા લોક રક્ષકોને સર્વશ્રી પાયલબેન કનૈયાલાલ ધાંધલ, સવિતાબેન સુરાભાઇ ગોહેલ, પુરીબેન હિમ્મતભાઇ ગોહેલ, સમીરાબેન હનિફભાઇ, શિલ્ડ આપીને આપીને બહુમાન કરવામાં આવ્યું.
  • સમગ્ર તાલીમગાળામાં સર્વશ્રેષ્ઠ તાલીમાર્થી તરીકે શ્રધ્ધાબેન ભાવસિંહભાઇ ગોહેલનું બહુમાન કરવામાં આવ્યુ હતુ. પરેડ કમાંડર કોમલબેન સાગરભાઇ રબારી પરેડનું શ્રેષ્ઠ સંચાલન કરવા બદલ સન્માનિત કરાયા
  • આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પંચાયતનાં પ્રમુખશ્રી હરેશભાઇ ઠુમર, ધારાસભ્યશ્રી સંજયભાઇ કોરડીયા, ભગવાનજીભાઇ કરગઠીયા, દેવાભાઇ માલમ,પોલીસ અધિકારીઓ ઉપરાંત તાલીમાર્થીઓના વાલીઓ, જૂનાગઢનાં અગ્રણીશ્રીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા.