Junagadh News : હવે સાત દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે; ઠંડી ગાયબ થશે! બેવડી ઋતુ આરોગ્ય માટે નુકસાનકારક નીવડી શકે!
- સોરઠ પંથકમાં શિયાળાની શરૂઆતમાં જ બે માવઠા થઈ ચૂક્યા છે, જેથી પાકને વ્યાપક નુકસાન થયું!
- હવે શિયાળાની સીઝન જામતી નથી અને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે ફરીથી વાતાવરણમાં પલટો આવી શકે છે.
- આગામી સાત દિવસ સુધી વાદળો છવાશે અને વાતાવરણમાંથી ઠંડી ગાયબ થશે!
- જેથી પાકને પણ નુકસાન થવાની સંભાવના છે, બાદમાં વાતાવરણ સામાન્ય થઈ શકે છે!
- જૂનાગઢ ખાતે ગત શુક્રવારે સવારનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહ્યા બાદ સવારે તાપમાનનો પારો 1.5 ડિગ્રી વધીને 18.5 ડિગ્રીએ સ્થિર થયો હતો, જેના પરિણામે ઠંડીમાં ધરખમ ઘટાડો થયો હતો.
- શનિવારે પણ સવારથી વાતાવરણમાં ધુમ્મસનું આવરણ રહ્યું હતું અને સાથે સાથે આકાશમાં વાદળો પણ છવાઈ ગયા હતા.
- સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 87% રહ્યું હતું, મહતમ તાપમાન શુક્રવારની સરખામણીએ 1.9 ડિગ્રી વધીને 30 ડિગ્રી નોંધાયું હતું.
- જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ લે 38% રહેવા પામ્યું હતું. વવન ની 1 દિવસ દરમ્યાન પવનની પ્રતિ 1 કલાકની ઝડપ 2.1 કિલોમીટરની રહી હતી.
- આમ છતાં ત્રીજા દિવસે પણ ધુમસ અને વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતોને મૂંઝવણમાં વધારો થયો છે.
- જોકે હાલ કમોસમી વરસાદની સંભાવના ન હોવાનું જણાવવામાં આવ્યું છે.