Junagadh News : ગુજરાત સરકારે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની ઈનામી રાશિમાં વધારો

Junagadh News : ગુજરાત સરકારે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની ઈનામી રાશિમાં વધારો ,
અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનારને ૫૦,૦૦૦ જગ્યાએ રૂ.૧ લાખ અને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનારને રૂ.૭૦૦૦ જગ્યાએ ૫૦,૦૦૦નો રોકડ પુરસ્કાર
  • ગુજરાત સરકારે ખૂબ કઠિન ગણાતી ગિરનાર અવરોહણ સ્પર્ધાની ઈનામી રાશિમાં ખૂબ મોટો વધારો કર્યો છે. ચાર વયજૂથમાં યોજાતી રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટેના પુરસ્કારમાં ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે.
  • રાષ્ટ્રીય કક્ષાની ૪ વયજૂથની સ્પર્ધામાં ૧ થી ૧૦ સુધીમાં ક્રમાંક મેળવનારને અગાઉ કુલ ૫.૫૦ લાખના આપતા, હવે કુલ ૧૯ લાખની ઈનામી રાશિ અપાશે. તેવી જ રીતે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં કુલ ૬૬,૦૦૦ની પુરસ્કાર રાશિ વધારીને રૂ. ૮,૪૦ લાખ કરવામાં આવી છે.
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમત ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ દેશ અને રાજ્યમાંથી આવતા સ્પર્ધકોને મોટી ભેટ આપી છે, જેથી સ્પર્ધકોને પ્રોત્સાહન મળવાની સાથે તેમનો ઉત્સાહ પણ વધશે. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ રાજ્ય સરકારમાં ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના પુરસ્કારમાં વધારો કરવા માટે રજૂઆત કરી હતી.
  • આ વર્ષે રાજ્યકક્ષાની સ્પર્ધા તા.૭ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ તેમજ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા તા.૪ ફેબ્રુઆરી-૨૦૨૪ના રોજ યોજાશે. માટેની પૂર્વ તૈયારીઓ કલેકટર શ્રી અનિલકુમાર રાણાવાસિયાના માર્ગદર્શનમાં કરવામાં આવી રહી છે. કલેકટરશ્રીએ પણ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો.