Junagadh News : જૂનાગઢ બસ સ્ટેશન પાસે છેલ્લાં ત્રણ માસમાં વાહનચાલકોને 7.39 લાખ રૂપિયા દંડ કરાવામાં આવ્યો!
- જૂનાગઢ એસ.ટી.બસ સ્ટેશન પાસેથી નો-પાર્કિંગ ઝોનમાં રહેલાં વાહનો તથા બસ સ્ટેશન પાસેથી મુસાફરો ભરતાં ખાનગી વાહનોની ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
- જૂનાગઢ એસ.ટી.વિભાગ, આર.ટી.ઓ. અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે આ તપાસ હાથ ધરવામાં આવી હતી.
- આ તપાસમાં નો-પાર્કિંગ ઝોનમાં રહેલાં 323 વાહનોને મેમો આપ્યો અને 88 વાહનો ડીટેઇન કરાયા હતા.
- જેમાં બસસ્ટેશન પાસેથી મુસાફરો ભરતાં 334 ખાનગી વાહનોને દંડ કરાયો અને 83 વાહનોને ડીટેઇન કરાયા હતા.
- છેલ્લાં ત્રણ માસમાં કુલ 657 વાહનોને મેમો અને 171 વાહનોને ડીટેઇન કરાવામાં આવ્યાં હતા.
- બસ સ્ટેશન આગળ ત્રણ માસમાં કુલ 7.39 લાખ રૂપિયા જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
- આ ઉપરાંત એસ.ટી.વિભાગ દ્વારા ટીકીટ વિના મુસાફરી કરનાર 46 મુસાફરો પાસેથી પણ દંડ વસૂલ કરવામાં આવ્યો.
- એસ.ટી.વિભાગના કટકીબાજ કુલ 8 કંડકટરોને પણ દંડ કરાયો.
- આમ, સંયુક્ત તપાસમાં અનેક પ્રકારની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.