Junagadh News : સિંહોની પજવણી અને ગેરકાયદે લાયન-શો અટકાવવા 10 નવેમ્બરથી રેડ એલર્ટ; મોટી સંખ્યામાં પ્રવાસીઓ એકત્ર થવાના હોવાથી વનતંત્ર સજ્જ બન્યું!

Junagadh News
Junagadh News : સિંહોની પજવણી અને ગેરકાયદે લાયન-શો અટકાવવા 10 નવેમ્બરથી રેડ એલર્ટ; મોટી સંખ્યામાં પ્રવાસીઓ એકત્ર થવાના હોવાથી વનતંત્ર સજ્જ બન્યું!
  • દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગીર તથા ગીરની બોર્ડર પર પ્રવાસીઓની મોટી ભીડ એકત્ર થવાની સંભાવના છે.
  • જે દરમિયાન ગેરકાયદે લાયન-શો અને સિંહોની પજવણી ન થાય તે માટે વન વિભાગ સજ્જ બન્યું છે.
  • આવી પ્રવૃત્તિઓ અટકાવવા વન વિભાગ દ્વારા ગીર વિસ્તારમાં તા.10 થી 19 નવેમ્બર સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવશે, જેમાં વન વિભાગનું 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરાશે, ઉપરાંત વનકર્મીઓની રજા પણ રદ્દ કરી દેવામાં આવી છે.
  • આ ઉપરાંત ગીર વિસ્તારના હોટેલ, ફાર્મહાઉસ, રિસોર્ટ વગેરેના માલિકોને તકેદારી રાખવા માટે સૂચનો આપવામાં આવ્યા છે અને જનજાગૃતિ માટે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.
  • આ ગીર પશ્ચિમની દસ રેન્જના ગામડાઓમાં વાહનોના કાફલા સાથે ફ્લેગ માર્ચ કરીને સિંહોની પજવણી અટકાવવા જાગૃતિલક્ષી કાર્યક્રમો કરાશે.
  • ગીર સાસણ, દેવળીયા પાર્ક, ધારીના આંબરડી સફારી પાર્ક, તુલસી શ્યામ, કનકાઈ, બાણેજ સહિતના સ્થળોએ પ્રવાસીઓ ઉમટી પડવાના હોવાથી વિશેષ તકેદારી લેવામાં આવશે.