Junagadh News : મધ્યમવર્ગ માટે ટમેટાંનો સ્વાદ છેલ્લા બે મહિનાથી સપનું બન્યો; બજારભાવ રૂ.250 પ્રતીકિલોએ પહોંચ્યો!
- જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે રૂ.150 પ્રતિકીલોના ભાવે 80 ક્વિન્ટલ ટમેટાની ખરીદી થઈ હતી.
- આજે ટમેટાંનો બજાર ભાવ રૂ.250 રૂપિયાએ પહોંચતા, મધ્યમવર્ગીય પરિવારના ભોજનમાંથી હાલમાં ટમેટાની બાદબાકી થઈ ગઈ છે.
- બીજી તરફ ટમેટાની અવેજીમાં અન્ય શાકભાજી અને કઠોળની માંગ વધી રહી છે.
- ભારે વરસાદના કારણે શાકભાજીના પાકમાં પાણી ફરી વળતા તે બગડી જાય છે! જેને લઇને આવક ઘટતાં ભાવવધારો નોંધાયો છે.
- ટમેટા સાથે આદુ અને ગુવાર જેવી શાકભાજીનો ભાવ પણ આસમાને પહોચ્યો છે. હાલ એક મણના રૂ.2000 ભાવ માર્કેટિંગ યાર્ડ ખાતે જોવા મળ્યો છે.
- તૂરીયા, મરચા, ચોળી, શક્કરીયા, ટીંડોળા, કંટોલા આ બધી શાકભાજીનો ભાવ રૂ.800 થી 1000 સુધી રહ્યો હતો.
- મધ્યમવર્ગના પરિવારોનું બજેટ ખોરવાયું છે અને મોટાભાગના લોકો કઠોળ, ડુંગળી અને બટેટાનો મહત્તમ ઉપયોગ કરતા થયા છે.