Junagadh News : મારવાડી યુનિવર્સિટીની વિદ્યાર્થીની ટીશા ક્ષત્રિય નાસ્કેડ ટાઇમ્સ સ્ક્વેર-ન્યૂયોર્ક(અમેરિકા) ની લાર્જ સ્ક્રીન પર જોવા મળી!
- મારવાડી યુનિવર્સિટીની વિદ્યાર્થીની ટીશા ક્ષત્રિય મારવાડી યુનિ. અંતર્ગત કમ્પ્યુટર એન્જિનિયરિંગના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના કોર્સમાં અભ્યાસ કરતી.
- જે ગત રાષ્ટ્રીય ઇન્ટર્નશીપ ડે પર NASDAQ ઑફિસ ટાઇમ્સ સ્ક્વેર, ન્યૂયોર્ક સિટી, અમેરિકાની લાર્જ સ્ક્રીન પર નજર આવી છે!
- નાસ્ડેક એ ન્યુયોર્ક સિટી સ્થિત અમેરિકન સ્ટોક એક્સચેન્જ છે; તે વોલ્યુમ દ્વારા યુએસમાં સૌથી વધુ સક્રિય સ્ટોક ટ્રેડિંગ એક્સચેન્જ છે.
- બેંગ્લોર સ્થિત નાસ્ડેકની ઓફિસમાં કામ કરતી ટીશાની સફળ કામગીરીના ફળસ્વરૂપ તેને આ સિદ્ધિ મળી છે!
- આ સિદ્ધિ બદલ મારવાડી યુનિવર્સિટી પરિવારે ટીશા ક્ષત્રિયને શુભકામનાઓ પાઠવી છે.