Junagadh News : જૂનાગઢમાં વિસરાયેલા પોસ્ટકાર્ડની માંગ એકાએક વધી; 15,000 થી વધુ પોસ્ટ કાર્ડ ખરીદાયા

Post Card
Junagadh News : જૂનાગઢમાં વિસરાયેલા પોસ્ટકાર્ડની માંગ એકાએક વધી; 15,000 થી વધુ પોસ્ટ કાર્ડ ખરીદાયા
  • ડિજિટલ સોશીયલ મીડિયાના જમાનામાં પોસ્ટકાર્ડ લખવાની પ્રથા મોટાભાગે વિસરાય છે.
  • પરંતુ ચંદ્રયાન-3 ની સફળતા અને રક્ષાબંધન જેવા તહેવારોના કારણે શુભેચ્છાઓ આપવા પોસ્ટકાર્ડની માંગ એકાએક વધી ગઈ હતી.
  • સામાન્ય રીતે પોસ્ટ કાર્ડની અંશતઃ માંગ રહેતી હોય છે, પરંતુ ઓગસ્ટ મહિનામાં ગાંધીગ્રામ જનરલ પોસ્ટઓફિસમાં 2314, આઝાદ ચોક સહિતની પોસ્ટ ઑફિસમાં 12,000 મળીને કુલ 15,000 જેટલા પોસ્ટકાર્ડ ખરીદવામાં આવ્યા હતા.
  • ચંદ્રયાન અભિયાન દરમિયાન પોસ્ટકાર્ડની વધુ માંગ રહી હતી, જ્યારે રક્ષાબંધન પર્વને લઇને 1000 થી વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે.
  • આ ઉપરાંત પોસ્ટ વિભાગ દ્વારા ચાલી રહેલ પ્રોજેક્ટ ગંગાજળ અંતર્ગત જૂન-જુલાઈ મહિનામાં ગાંધીગ્રામ અને આઝાદચોક પોસ્ટઓફિસમાં 140 ગંગાજળની બોટલો આપવામાં આવી હતી.
  • શ્રાવણ મહિનાના પ્રારંભે જ ગંગાજળની માંગમાં વધારો થયો અને ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસમાંથી 40 અને આઝાદચોક પોસ્ટઓફિસમાંથી 234 મળી કુલ 274 ગંગાજળની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું.