Junagadh News : ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના પરફોર્મન્સ ગ્રેડીંગ ઈન્ડિકેટરમાં જૂનાગઢ જિલ્લો રાજ્યમાં પ્રથમ અને દેશભરમાં 19 માં ક્રમે આવ્યો.
– ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર થયેલ પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડિકેટરમાં ગુજરાત રાજ્યના 33 જિલ્લામાં જૂનાગઢ જિલ્લાએ પ્રથમ ક્રમ મેળવ્યો છે, જ્યારે સમગ્ર દેશમાં 19મું સ્થાન હાંસલ કર્યું છે.
– ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ 2018-19, વર્ષ 2019-20નો PGI (પરફોર્મન્સ ગ્રેડીંગ ઈન્ડિકેટર ડેટા) બહાર પાડવામાં આવેલ છે.
– PGI નો મુખ્ય ઉદ્દેશ દરેક બાળકને ગુણવત્તાપૂર્વક શિક્ષણ સુનિશ્ચિત થાય એ માટેનો છે.
– ઇન્ડેક્સમાં 6 કેટેગરીમાં વિવિધ ક્ષેત્રના આધારે કુલ 83 ઇન્ડિકેટર્સમાં 600 માર્કસમાંથી મૂલ્યાંકન કરવામાં આવે છે.
– આ 600 માર્ક્સમાંથી જૂનાગઢ જિલ્લાએ 447 માર્કસ મેળવી રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
– આ ઇન્ડેક્સમાં શિક્ષકોનું મહેકમ, પ્રોફેશનલ ડેવલપમેન્ટ આઉટકમ, લર્નિંગ ક્વોલિટી, લર્નિંગ મેનેજમેન્ટ, શાળાની સુવિધા-ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શાળામાં સલામતી, શાળાઓને મળતી ગ્રાન્ટનો ઉપયોગ, સ્કૂલ લીડરશીપ ડેવલપમેન્ટ સહિતના માપદંડનો સમાવેશ થાય છે.