Junagadh News- જૂનાગઢમાં ધોરણ-12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે આગામી 20-21 જાન્યુઆરીના રોજ બોર્ડને સમકક્ષ પ્રી-બોર્ડ પરીક્ષા લેવામાં આવશે.
- બોર્ડની પરીક્ષા નજીક આવતા જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પરીક્ષા સંબંધી પ્રશ્નો અને ચિંતાનો માહોલ ઊભો થતો હોય છે.
- ત્યારે વિદ્યાર્થીઓને બોર્ડની સમકક્ષ પરીક્ષા આપી પરીક્ષાલક્ષી અનુભવ મળી રહે એ હેતુથી જૂનાગઢ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, જૂનાગઢ દ્વારા જૂનાગઢ અને તેની આજુબાજુના વિસ્તારમાં ભણતા ધોરણ-12 કોમર્સ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે એક પ્રિ-બોર્ડ પાયલોટ ટેસ્ટનું આયોજન થવા જઈ રહ્યું છે.
- આ આયોજન આગામી તા.20 અને 21 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે.
- આ પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી એમ બંને માધ્યમમાં ભણતા ધોરણ-12 કોમર્સ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ આપી શકશે.
- આ પ્રિ-બોર્ડ પાયલોટ ટેસ્ટમાં નામાના મૂળતત્વો એટલે કે એકાઉન્ટ્સ અને આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટેસ્ટીકસ એમ બે મુખ્ય વિષયોની પરીક્ષા લેવાશે.
- આ પરીક્ષા બોર્ડની નવી પેપર સ્ટાઈલ મુજબ લેવામાં આવશે.
- આ પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીઓને નોબલ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા સરપ્રાઈઝ ગિફ્ટ્સ અને સ્કોલરશીપ મળશે તેમજ ટોપ સ્કોર કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને સ્કોલરશીપ આપી સન્માનિત કરવામાં આવશે.
- પ્રિ-બોર્ડ પાયલોટ ટેસ્ટ નિઃશુલ્ક રાખવામાં આવી છે
- આ પરીક્ષામાં રજીસ્ટ્રેશન કરવા માટે નોબલ યુનિવર્સિટીની વેબસાઈટ તથા વધુ માહિતી માટે 8866852338 નંબર પર સંપર્ક સાધી શકો છો.
- રજીસ્ટ્રેશન લિંક visit Noble University Website