Junagadh News : આજથી ઉપરકોટની ટિકિટમાં જૂનાગઢવાસીઓ માટે 50% ની રાહત; પુખ્ત વયની વ્યક્તિ માટે રૂ.50 અને બાળકો માટે રૂ.25 ટિકિટ રહેશે.

Junagadh News : આજથી ઉપરકોટની ટિકિટમાં જૂનાગઢવાસીઓ માટે 50% ની રાહત; પુખ્ત વયની વ્યક્તિ માટે રૂ.50 અને બાળકો માટે રૂ.25 ટિકિટ રહેશે.
  • ગત તા.28 સપ્ટેમ્બરના રોજ લોકાર્પણ થયા બાદ આજે તા.3 ઓક્ટોબરથી ઉપરકોટનો કિલ્લો કોમર્શિયલી ઓપન રહેશે; મતલબ હવે ટિકીટ લઇને જ ઉપરકોટના કિલ્લામાં પ્રવેશ મેળવી શકાશે.
  • લોકાર્પણ સમયે તો દરેક વ્યક્તિ માટે ઉપરકોટના કિલ્લામાં પ્રવેશ માટે પુખ્ત વયની વ્યક્તિ માટે ટિકીટ રૂ.100 અને બાળકો માટે રૂ.50 નક્કી કરાયા હતા.
  • જે બાદ જૂનાગઢના લોકોની માંગને ધ્યાને લઈને ધારાસભ્ય દ્વારા એક પત્ર દ્વારા પ્રવાસન મંત્રીને અરજી કરીને ઉપરકોટની ટિકિટમાં જૂનાગઢની જનતાને રાહત આપવા જણાવાયું હતું.
  • જે રજૂઆતના પગલે કંપની દ્વારા જૂનાગઢની જનતા માટે ટિકીટના ભાવમાં 50% ની રાહત જાહેર કરવામાં આવી છે.
  • આમ,ટિકીટના ભાવમાં 50% નો ઘટાડો થતાં પરિણામે, હવે જૂનાગઢના પુખ્ત વ્યક્તિને રૂ.100 ના બદલે રૂ.50 ચૂકવવા પડશે, જ્યારે 12 વર્ષથી નીચેના બાળકો માટેના ભાવ રૂ.50 ના બદલે રૂ.25 કરી દેવાયા છે.
  • જોકે, રાત્રિના સમયે યોજાનાર લાઇટ & સાઉન્ડ શોના ભાવ દરેક વ્યક્તિ માટે યથાવત રખાયા છે; તેમાં કોઇ ઘટાડો કરાયો નથી!
  • મતલબ, લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવા માટે જૂનાગઢના પુખ્ત વયના લોકોએ પણ રૂ.150 અને 12 વર્ષથી નીચેના બાળકોએ રૂ.75 રૂપિયા ચૂકવવા પડશે.
  • ઉપરકોટ કિલ્લાની મુલાકાત લેવાના ઇચ્છુક પ્રવાસીઓની સગવડ માટે ત્યાંની પ્રવેશ ટિકીટ કિલ્લાની સાથે એન્ટિક કોઇન મ્યુઝિયમ-મજેવડી ગેઇટ, સરદાર ગેઇટ ગેલેરી તેમજ મહાબત મકબરાની ટિકીટ બારી પરથી પણ મેળવી શકાશે.