Junagadh News : Young Entrepreneur Exchange Program (YEEP) અંતર્ગત સ્વિત્ઝર્લેન્ડના વિદ્યાર્થીઓ ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ વિશે અભ્યાસ કરવા પારુલ યુનિવર્સિટી ખાતે પધાર્યા!
- તાજેતરમાં વડોદરા સ્થિત પારુલ યુનિવર્સિટી અને સ્વિત્ઝર્લેન્ડ સ્થિત બર્ન યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સિઝના સંયુક્ત ઉપક્રમે YEEP ISS પ્રોગ્રામ 2023 યોજાયો હતો.
- Young Entrepreneur Exchange Program (YEEP) ઈન્ડિયન સમર સ્કૂલ (YEEP ISS) તરીકે ઓળખાતા આ પ્રોગ્રામનું આયોજન 13 થી 28 જૂલાઈ, 2023 એમ બે સપ્તાહ જેટલા સમય માટે થયું હતું.
- સ્ટાર્ટઅપ ક્ષેત્રે સકારાત્મક આદાન-પ્રદાનના હેતુથી શરૂ થયેલ આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ સ્વિત્ઝર્લેન્ડના વિદ્યાર્થીઓને ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમથી પરિચિત કરાવવાનો હતો.
- આ પ્રોગ્રામ દરમિયાન બર્ન યુનિવર્સિટી ખાતેથી આવેલા આઠ વિદ્યાર્થીઓએ કોઈપણ નવીનતાપૂર્ણ વિચારનું સફળ સ્ટાર્ટઅપમાં રૂપાંતર કરવાની તાલીમ પણ મેળવી હતી.
- આ સાથે સ્વિત્ઝર્લેન્ડથી આ અભ્યાસ અર્થે આવેલા વિદ્યાર્થીઓએ સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરાના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ સાંસ્કૃતિક આદાન પ્રદાન પણ કર્યું હતું.