Junagadh News : જૂનાગઢ રેલવે સ્ટેશનનાં નવીનીકરણ માટે કેન્દ્ર સરકારે રૂ.225 કરોડની રકમ ફાળવી; ટુંક સમયમાં જ જૂનાગઢ રેલવે સ્ટેશનની કાયાપલટ થશે.
– જૂનાગઢ શહેર માંથી પસાર થતાં મીટરગેજ ટ્રેક ઉપર બ્રોડગેજ નિર્માણ માટે ચર્ચા વિચારણા ચાલી રહી છે.
– જેને અનુસંધાને આ રેલવે ટ્રેકને પ્લાસ્વાથી શાપુર જોડવા માટેની લોક લડત ચાલી રહી છે.
– જ્યારે રેલવે વિકાસ નિગમ દ્વારા વૈભવ ફાટકથી લઈને 8 કિ.મી.માં કુલ 11 રેલવે અંડરબ્રિજ બનાવવામાં આવશે.
– જેમાં વૈભવ ફાટક 355.19 મી., તળાવ દરવાજા નજીક 744.07 મી., જાગનાથ મંદિર 1098.84 મી., જયશ્રી ફાટક 1400 મી., ભૂતનાથ ફાટક 1599 મી., આગળ જતા 2024 મી., 2277 મી., 2809 મી., 3805 મી., 4327 મી. અને છેલ્લે 7742 મી. આમ, પોણા આઠ કિ.મી. સુધીનાં વિસ્તારમાં કુલ 11 જેટલા બ્રિજ બનશે.
– માત્ર નકશા ઉપર લેવાયેલ 11 રેલવે અંડરબ્રિજનાં નિર્માણનો નિર્ણય જૂનાગઢનાં લોકોનાં હિતમાં ન હોવાથી સરકાર સામે લોક આંદોલન પૂરજોશમાં ચાલી રહ્યું છે.
– આ આંદોલન વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા રેલવે સેવામાં વધારો થાય, તેવા સારા સમાચાર મળ્યાં છે.
– મળતી માહિતી અનુસાર, જૂનાગઢ રેલવે સ્ટેશનનાં નવીનીકરણ માટે કેન્દ્ર સરકારે રૂ.225 કરોડની રકમ ફાળવી છે.
– આગામી સમયમાં જૂનાગઢ શહેરને ત્રણ માળનું અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ રેલવે સ્ટેશન મળશે.
– આમ, ટૂંક સમયમાં જ રેલવે સ્ટેશનની કાયાપલટ થતાં જૂનાગઢ શહેરનાં વિકાસમાં નોંધનીય વધારો થશે.
Also read :Junagadh News : જૂનાગઢ જિલ્લાનાં ખેડૂતોએ 14,205 હેક્ટર વિસ્તારમાં કપાસ અને 39,360 હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર કર્યું.