Junagadh News : જૂનાગઢ જિલ્લા સહિત રાજ્યભરમાં આગામી તા.28 જૂનથી અંધારપટનો ડર; જિલ્લાનાં 800 વીજકર્મીઓ હડતાળમાં જોડાશે.
- જેટકો દ્વારા વહિવટી અને નિયમની વિરૂદ્ધ કમર્ચારીઓના ઓર્ડર કઢાયા હોવાથી જીબીયાનાં કર્મચારીઓ રોષે ભરાયા છે.
- જ્યારે ચાર મહિના પહેલાં જે કર્મચારીઓનાં ઓર્ડર કેન્સલ કરાયા હતા, તેમને વતનમાં જ પ્રમોશન આપવામાં આવ્યું છે. આમ, કર્મચારીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો છે.
- ગત તા.20 જૂનનાં રોજ જીબીયાનાં કર્મચારીઓની માંગ ને પહોંચી વળવા માટે બેઠક યોજાઈ હતી.
- આ બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હોવાથી આગામી સમયમાં રાજ્યભરનાં જીબીયાનાં કર્મચારીઓ લડત પર ઉતરશે.
- જીબીયાનાં કર્મચારીઓની માંગ જેટકો દ્વારા સ્વીકારવામાં આવતી ન હોવાથી આગામી તા.28 જૂનથી જીબીયાનાં કર્મચારીઓ હડતાળ પર ઉતરશે.
- હાલની પરિસ્થિતિ પ્રમાણે, આગામી તા.23 જૂન થી 26 જૂન સુધી વર્ક ટુ રૂલ આંદોલન, તા.27 જૂને માસ સીએલ મૂકવામાં આવશે.
- જ્યારે, જેટકોના 150 ઇજનેરોએ તા.27 જૂનની માસ સીએલ મૂકી દીધી છે અને PGVCL ના 150 જેટલાં ઇજનેરો પણ માસ સીએલ મૂકશે તેવી શક્યતાઓ રહેલી છે.
- મળતી માહિતી મુજબ, જો આગામી તા.27 જૂન સુધીમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો, તા.28 જૂનથી અચોક્કસ મુદ્દતની હડતાળ પાડવામાં આવશે.
- જેમાં જૂનાગઢ જિલ્લાના 800 કર્મચારીઓ સહિત રાજ્યભરના કુલ 40,0000 વિજકર્મીઓ જોડાશે.
- આમ, હડતાળને કારણે સમગ્ર રાજ્યમાં અંધારપટ છવાઈ જવાનો ડર છે.
- રાજ્યમાં આવી પરિસ્થિતી સર્જાય નહીં તે માટે જેટકો મેનેજમેન્ટ દ્વારા વિજકર્મીઓની માંગ સંતોષી તેમને ન્યાય આપશે તેવી શક્યતાઓ જોવા મળે છે.
Also Read : Junagadh News : જૂનાગઢ શહેરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.