Junagadh News : ભુજ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની રાસ-ગરબા સ્પર્ધામાં જૂનાગઢ અંધકન્યા છાત્રાલયની બહેનોએ પ્રથમ ક્રમાંક મેળવ્યો.

Junagadh News : ભુજ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની રાસ-ગરબા સ્પર્ધામાં જૂનાગઢ અંધકન્યા છાત્રાલયની બહેનોએ પ્રથમ ક્રમાંક મેળવ્યો.

  • તાજેતરમાં ભુજ ખાતે ઓલ ગુજરાત પ્રજ્ઞાચક્ષુ રાસ-ગરબા હરીફાઈ યોજાઇ હતી.
  • જેમાં દરેક જિલ્લાઓમાંથી જુદી-જુદી 26 જેટલી સંસ્થાઓમાંથી અંધકન્યાઓએ આ રાસ ગરબા હરીફાઈમાં ભાગ લીધેલ હતો; જે એક પડકારરૂપ હતું.
  • આ હરીફાઈમાં જૂનાગઢ સ્થિત અંધકન્યા છાત્રાલયની બહેનોએ પણ પ્રાચીન ગરબામાં ભાગ લીધો હતો.
  • જેમાં તેઓએ ઉત્તમ પ્રદર્શન કરીને સૌના દિલ જીતીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો; જે બદલ ભુજ સંસ્થા દ્વારા રોકડ પુરસ્કાર, ટ્રોફી અને સર્ટિફિકેટ આપી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
  • આ રાસની તૈયારી દરેક દીકરીઓએ જાત મહેનત કરીને ખૂબજ ખંત અને આત્મવિશ્વાસ સાથે એક મહિનાથી કરી રહી હતી.