કોરોના : જૂનાગઢમાં છેલ્લા થોડાક દિવસથી કોરોના નો કહેર વ્યાપક પ્રમાણમાં ફેલાઈ ચૂક્યો હતો, જેના કારણે જિલ્લામાં કોરોનાની કુલ સંખ્યા 60 નજીક પહોચવા આવી છે. જો કે આજે રિકવર થયેલા દર્દીઓના આકડા સાથે જીલ્લામાં કોરોનાની શું સ્થિતિ છે તે તપાસીએ.
જૂનાગઢમાં છેલ્લા 48 કલાક ખૂબ જ કઠિન રહ્યા હતા, કારણ કે આ સમય દરમિયાન જિલ્લામાં 7 નવા પોજીટીવ કેસનો ઉમેરો થયો હતો. જેમથી 6 કેસ માત્ર જૂનાગઢ શહેરના જ હતા. જો કે હવે રાહતઆ સમાચાર એ છે કે આજે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાંથી વધુ 6 લોકોએ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં સારવાર મેળવી રહેલા આ 6 દર્દીની તબિયતમા સુધાર આવતા તેમની રિકવરી સારી એવી જોવા મળી હતી. તેથી આ 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને તેમણે તેમના ઘરે પરત મોકલવામાં આવ્યા છે. જો કે ડિસ્ચાર્જ કરાયેલા તમામ દર્દીઓને સેલ્ફ આઇસોલેશનમાં રહેવાની ખાસ સૂચના આપવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:
●તારીખ: 23મી જૂન, 2020
●સમય: 2:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 57
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 16
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 40
●મૃત્યુઆંક: 1
Also Read : Junagadh Independence Day Schedule