Buttermilk : જુનાગઢમાં છેલ્લા 82 વર્ષથી સુખનાથ ચોક, પારુલ અેપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઉનાળાના સાડા ત્રણ મહિના 250 થી 300 જેટલા જરુરીયાતમંદ કુટુંબોને જ્ઞાતિ જાતિ કે ઊંચ નીચના ભેદભાવ વગર કુપન કાઢી પરિવારની સભ્ય સંખ્યા મુજબ દોઢ થી બે લીટર છાશનું વિતરણ કરવામાં આવે છે.
વડાલથી જુનાગઢ રહેવા આવેલા મેઘજીભાઇ વસરામભાઇ સંઘવીના પાંચ પુત્રોઅે શરૂ કરેલ આ ભગીરથ કાર્યને તેમની ચોથી પેઢી સુરેશભાઇ અેચ. સંઘવી , કમલેશભાઈ પી. સંઘવી અને હિતેષભાઇ વી. સંઘવી ચલાવી રહ્યા છે.
આ સંસ્થાને મદદ કરવા માટે સંપર્ક કરો,
ફોન નં. : 9998835952 / 9426713708.
Also Read : જાણો પરિક્રમાના પરંપરાગત માર્ગ પર આવતા ધાર્મિક સ્થળો અને રોકાણો પાછળ રહેલી કેટલીક દંતકથાઓ