હાલ સમગ્ર વિશ્વ કોરોના વાઇરસના કહેર હેઠળ જીવન વ્યતીત કરી રહ્યું છે. અમુક સરકારી આંકડાને ધ્યાનમાં લેતા ખબર પડે છે કે કોઈ કોઈ સ્થળ પર કોરોના વાયરસની અસર નાબૂદ થઈ રહી છે. હાલ તો ભારતમાં પણ કોરોના વાઇરસનો કહેર વર્તાઈ રહ્યો છે. જેના કારણે સમગ્ર દેશ લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે અહીં કોરોના વાઇરસના પોઝીટીવ કેસ અને બીજી બધી વિગત પર એક નજર નાખીએ.
આજરોજ તા.1લી એપ્રિલ સુધીમાં જો સમગ્ર ભારતના કોરોના પોઝીટીવ કેસની વાત કરીએ તો, હાલ 1613 કેસ સામે આવ્યા છે. જે અંતર્ગત કુલ 35 લોકોના મોત થયા છે. ગઈકાલ સુધી પોઝીટીવ કેસની સંખ્યા 1251 હતી. જેમાં એક જ દિવસમાં 302 કેસનો ઉમેરો થતા આજ સવાર સુધીમાં પોઝીટીવ કેસનો આંકડો 1621ને આંબી ગયો હતો.
સમગ્ર દેશ બાદ વાત કરીએ ગુજરાતમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોના પોઝીટીવ કેસની તો ગુજરાતમાં તા.1લી એપ્રિલ સવારે 10.30 વાગ્યા સુધીમાં કુલ 82 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. કુલ 18000 થી વધુ લોકોને હોમ ક્વોરંટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી અત્યાર સુધી 82 લોકો કોરોના અસરગ્રસ્ત જણાયા છે. તેમજ ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામેલ દર્દીઓનો આકફઓ 6 સુધી પહોંચ્યો છે. સાથોસાથ હાલ સુધીમાં 5 કોરોના પોઝીટીવ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે અને હાલમાં ગુજરાતમાં માત્ર 2 વ્યક્તિઓને જ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.
સમગ્ર ભારત સહિત વિશ્વ આખામાં સંક્રમિત થયેલ કોરોના વાઇરસના કહેરથી આપણું જૂનાગઢ હજી પણ સુરક્ષિત છે. જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં એક પણ કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યો નથી. જેનો શ્રેય સ્વાસ્થ્ય વિભાગ સહિત તમામ કાર્યરત વિભાગોના ફાળે જાય છે. આપણે સૌએ પણ જૂનાગઢને કોરોના મુક્ત રાખવા માટે તંત્રની પૂરેપૂરી મદદ કરવી જોઈએ અને લોકડાઉનના નિયમોનું પાલન કરીને તંત્રને સહકાર આપવો જોઈએ.
અન્ય દેશોની સરખામણીમાં ભારત દેશમાં કોરોના વાઇરસ સામેની લડત વધુ મજબૂત છે, ત્યારે દરેક નાગરિક પોતાની નૈતિક ફરજને ધ્યાનમાં રાખીને સરકાર અને તંત્રને જો મદદરૂપ થાય તો આ મહામારીનો સામનો જલ્દીથી જલ્દી થઈ શકે છે.
Also Read : આધ્યાત્મિક મહત્વ ધરાવતા દામોદર કુંડ ની આવી અવદશા જોઈ ઘણું દુઃખ થાય છે