Conjunctivitis Infection : ધ્યાન રાખજો! જૂનાગઢમાં કન્જક્ટીવાઈટિસ ઈન્ફેક્શનના સિવિલમાં દરરોજનાં 300 દર્દી નોંધાય છે!
તાજેતરમાં કન્જક્ટીવાઈટિસ નામની બીમારીના કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. જૂનાગઢ સીવીલ હોસ્પિટલમાં દરરોજ 375 જેટલાં કેસોમાંથી 300 જેટલાં કેસમાં માત્ર કન્જક્ટીવાઈટિસનાં દર્દીઓ આવી રહ્યાં છે. ત્યારે માત્ર 16 જ દિવસમાં સીવીલમાં 1731 જેટલાં દર્દી નોંધાયા છે. એડિનો વાઈરસનાં કારણે ફ્લાતાં કન્જક્ટીવાઈટિસ ઈન્ફેક્શન રાજ્યના વિવિધ શહેરો બાદ હવે જૂનાગઢમાં પગ પેસારો કરતો જોવા મળી રહ્યો છે. ગત તા.10 જુલાઈના રોજ આ બીમારીનો પ્રથમ કેસ જૂનાગઢમાં નોંધાયો હતો. આ રોગ સામાન્ય રીતે આંખના સ્પર્શ અને છીંક કે ઉધરસ ખાવાથી ફેલાય છે, માત્ર જોવાથી આ રોગ ફેલાતો નથી! મોટાભાગે કોઈપણ દવા ન કરવાથી રોગ પ્રતિકારકશક્તિ મુજબ 5 થી 7 દિવસમાં મટી જાય છે, પરંતુ અસહ્ય કે વધુ લક્ષણો જણાય તો આંખના ડોક્ટરને જ બતાવવાનો આગ્રહ રાખવો.