જૂનાગઢ ખાતે યોજાયેલી સાઇકલ, સ્કેટિંગ અને દોડ સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ થઈ. ચાલો જાણીએ વિજેતાઓના નામ…

જૂનાગઢ

આજના સમયમાં બાળકો ગેમ્સ અને સોકીયલ મીડિયાના કારણે આઉટડોર ગેમ્સને ભૂલતા જણાય છે ત્યારે જૂનાગઢ નાં આંગણે સમયાંતરે આકર્ષક રમતોનું આયોજન કરીને બાળકોને અને યુવાનો મેદાન સુધી ખેચી લાવવાના વિવિધ આયોજન થતાં જ રહે છે. જેમાનું એક આયોજન એટલે તાજેતરમાં યોજાયેલી સાઇકલ, સ્કેટિંગ અને દોડ સ્પર્ધા, જેના વિષે અહી વાત કરીશું.

જૂનાગઢ

ગત તા.1લી માર્ચના રોજ ભવનાથ ખાતે આવેલા શેરનાથ બાપુના આશ્રમમાં રોલર્સ સ્કેટિંગ એસોસિએશન તથા હોલિડે એડવેંચર એક્ટિવિટી દ્વારા બીજા “જુનિયર સ્પોર્ટ્સ ઉત્સવ”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 4 જિલ્લાના 187 સ્પર્ધકોએ ભાગ લઈને સ્પર્ધાને સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ ઉત્સવમાં સાઈકલિંગ સ્પર્ધામાં અંડર-14 અને અંડર-17 માટે 5 કિમી અને અંડર-11 માટે 2 કિમીનો રુટ રાખવામા આવ્યો, તેમજ સ્કેટિંગ સ્પર્ધામાં પણ અંડર-11, અંડર-14 અને અંડર-17 એમ ત્રણ વિભાગ રાખવામા આવ્યાં. સ્કેટિંગ સ્પર્ધામાં અંડર-8, અંડર-11, અંડર-14 અને અંડર-17 એમ ચાર વિભાગ રાખવામા આવ્યા હતા. સ્પર્ધાના પ્રથમ ક્રમના વિજેતાના નામ આ મુજબ છે
સાયકલિંગ સ્પર્ધાના વિજેતાઓના નામ નીચે જણાવ્યા મુજબ છે…
1. રામાણી પરલીન (અંડર-11 ભાઈઓ)
2. મણિયાર દેવર્ષ (અંડર-14 ભાઈઓ)
3. સોલંકી હર્ષરાજસિહ (અંડર-17 ભાઈઓ)
4. પરમાર પ્રાકસી (અંડર-11 બહેનો)
5. પરમાર ડેન્સી (અંડર-14 બહેનો)
6. વસવાની રોશની (અંડર-17 બહેનો)

જૂનાગઢરનિંગ સ્પર્ધાના વિજેતાઓના નામ આ મુજબ છે…
1. ભાટું કુશાગ્ર (અંડર-11 ભાઈઓ)
2. બાંભણીયા વિકાસ (અંડર-14 ભાઈઓ)
3. રાખલિયા વિજય (અંડર-17 ભાઈઓ)
4. ચૌહાણ નિધિ (અંડર-11 બહેનો)
5. ડોડીયા કોમલ (અંડર-14 બહેનો)
6. ઓડેદરા પ્રીયાંશી (અંડર-17 બહેનો)

સ્કેટિંગ સ્પર્ધાના વિજેતાઓના નામ નીચે મુજબ છે…
1. ફડદું દેવ (અંડર-8 ભાઈઓ ટેનાસિટી)
2. લાડાણી દર્શ (અંડર-8 ભાઈઓ ક્વાર્ડ
3. કલારિયા નાવ્યા (અંડર-8 બહેનો ટેનાસિટી)
4. ઘેટીયા કુશ (અંડર-11 ભાઈઓ ક્વાર્ડ)
5. ગોહેલ કેવલ્ય (અંડર-11 ભાઈઓ ઇનલાઇન)
6. ઓડેદરા ભૂમી (અંડર-11 બહેનો ક્વાર્ડ)
7. ફડદું દિયા (અંડર-11 બહેનો ઇનલાઇન)
8. ટીલાવત પ્રીયાંશી (અંડર-11 બહેનો ટેનાસિટી)
9. વઘાસિયા વિરાટ (અંડર-14 ભાઈઓ ક્વાર્ડ)
10. ભટ્ટ સ્મિતેશ (અંડર-14 ભાઈઓ ઇનલાઇન)
11. હિંડોચા રાજવી (અંડર-14 બહેનો ક્વાર્ડ)
12. ગૌસ્વામી રિચિતગીરી (અંડર-17 ભાઈઓ ઇનલાઇન)13. ટાંક આસ્થા (અંડર-17 બહેનો ઇનલાઇન)

સ્પર્ધા પૂરી થયે વિજેતાઓને જૂનાગઢનાં કમિશ્નરશ્રી સહિત વિવિધ મહાનુભાવોના હસ્તે ઈનામ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.

Also Read : 5.75 crore gold robbery 6 person arrested