Junagadh News : જૂનાગઢ શહેરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત અંબાજી-ગિરનાર, દામોદર કુંડ, વિલિંગ્ડન ડેમ, બહાઉદ્દીન કોલેજ, કૃષિ યુનિવર્સિટી ગ્રાઉન્ડ, ખાનગી શાળાઓ, જૂનાગઢ જેલ, આરોગ્ય કેન્દ્ર જેવી સંસ્થામાં યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અનેક યોગસાધકો ઉત્સાહભેર જોડાયા અને યોગ કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા.