પાટણના એક જ પરિવારના 6 સભ્યોના નવા કોરોના કેસ સાથે ગુજરાતમાં કુલ આંકડો કેટલે પહોંચ્યો? ચલો જાણીએ…

ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસનો આંકડો અત્યારે 250થી ઉપરનો થઈ ચૂક્યો છે. ગઈકાલે એક જ દિવસમાં નવા 55 કેસ નોંધાયા, તો આજના દિવસમાં પણ નવા 21 કેસ સામાં આવ્યા છે. જનતાની બેદરકારી અને અસહકારને કારણે કોરોનાના દર્દીઓ સતત બમણી ગતિથી વધી રહ્યા છે. જે ખરેખર ચિંતાનો વિષય છે. જો લોકસંપર્ક ટળશે તો જ આ મહામારીનો સામનો શક્ય બનશે. હાલ ગુજરાત અને ભારતના કોરોના સંબંધિત આંકડાઓ પર એક નજર નાખીએ.

કોરોના

સર્વ પ્રથમ તો આજરોજ તા.9મી એપ્રિલના રોજ સાંજે 8:30 વાગ્યા સુધીમાં મળેલી માહિતી મુજબ ભારતમાં જાણવા મળેલા પોઝીટીવ કેસના આંકડાઓ પર એક નજર કરીએ. જેમાં જોઈ શકાય છે કે, મહારાષ્ટ્ર જેવા અતિ સંક્રમિત રાજ્યોમાં કેસ બમણી ઝડપે વધી રહ્યા છે. જેને ધ્યાને રાખીને ઓરિસ્સામાં લોકડાઉનની અવધિ પણ વધારવામાં આવી છે. આ સાથે જ કેટલા લોકોના કોરોના વાઇરસના કારણે મૃત્યુ થયા? અને કેટલા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા? તે તમામ વિગત નીચે મુજબ છે.

  • તારીખ: 9મી એપ્રિલ 2020, સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 5,865 (જેમાં 5218 એક્ટિવ-સ્ટેબલ કેસ છે.)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 477
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 169

ભારતની સાથોસાથ ગુજરાતમાં પણ કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો અતીવેગથી વધી રહ્યો છે. એક જ રાતમાં 55 નવા કેસ નોંધાયા અને આજના દિવસે વધુ નવા 21 કેસ નોંધાયા છે. જેમાં પાટણ જિલ્લામાંથી 7 નવા કેસ સામે આવ્યા. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના નેન્દ્રા ગામના એક જ પરિવારના 6 લોકો કોરોના પોઝીટીવ થાય છે. જો કે ગુજરાત સરકાર કોરોના વાયરસની લડાઈમાં ટક્કર આપવા માટે સક્ષમ પગલાંઓ લઇ રહી છે, પરંતુ લોકોનો સહકાર હજી પણ ક્યાંક ખૂટતો હોય તેવું લાગે છે, ત્યારે ચાલો અહીં ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ વિશે જાણીએ.

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ વિશે જાણીએ

  • તારીખ: 9મી એપ્રિલ 2020 ,સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 262 (જેમાં 215 કેસ સ્ટેબલ-એક્ટિવ છે.)
  • વિદેશ પ્રવાસથી સંક્રમિત દર્દીઓ-33
  • આંતરરાજ્ય પ્રવાસથી સંક્રમિત દર્દીઓ-32
  • લોકલ ટ્રાન્સફરના કારણે સંક્રમિત દર્દીઓ- 176
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 26
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 17

માત્ર એક જ દિવસમાં કોરોનાના દર્દીઓમાં 21 કેસનો વધારો થવો એ ખરેખર ચિંતાનો વિષય છે. જો હજી પણ લોકો પોતાની જવાબદારી સમજીને સાવચેતીપૂર્વક નહિ વર્તે તો આ મહામારી સામેની લડાઈ લડવી ખૂબ જ કઠિન બની જશે.

ભારત અને ગુજરાત બાદ એક નજર નાખીએ જૂનાગઢ જિલ્લા પર, અંદાજે 5 લાખની વસ્તી ધારાવતા જૂનાગઢ જિલ્લામાં હજી સુધી કોઈ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી. જિલ્લા તંત્ર દ્વારા કડક પગલાંઓ લઈને લોકોને ઘરમાં રહેવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. ફૂટ- બાઇક પેટ્રોલિંગ સાથે હવે ડ્રોન થકી પણ આકાશી નજર રાખવામાં આવી રહી છે. આવા સમયે આપણી પણ નૈતિક ફરજ બને છે કે સરકારશ્રીના આદેશોનું પાલન કરીએ અને તંત્રને સહકારરુપ બનીએ.

Also Read : ગિરનાર મહાતીર્થ ઉપર સફેદ પટ્ટા કરવાનો લાભ – 2018