સમગ્ર વિશ્વમાં વિસ્તરી ગયેલો કોરોના વાઇરસ ભારતના ગુજરાત રાજ્ય સહિત જૂનાગઢમાં પણ પોતાનું કદ વિસ્તારી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં અને જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં પણ હવે કોરોના વાઇરસના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે, ત્યારે અહીં જૂનાગઢમાં હાલ કોરોના વાયરસની શુ સ્થિતિ છે તે જાણીએ.
જૂનાગઢમાં ગત તા.5મી મેના રોજ જૂનાગઢ જિલ્લામાં કોરોના વાયરસનો પ્રવેશ થઈ ચૂક્યો હતો. ત્યારથી માંડીને આજ સુધી એટલે કે, કુલ 25 દિવસમાં જિલ્લામાં 25થી વધુ કોરોનાના દર્દીઓ નોંધાઇ ચુક્યા છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાના કેસની સંખ્યા વધુ પ્રમાણમાં છે. જો કે જૂનાગઢ કોર્પોરેશન એરિયામાં ગઈકાલે વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો છે.
ગઈકાલ તા.29મી મેના રોજ જૂનાગઢ કોર્પોરેશન હેઠળના ઝાંઝરડા રોડ વિસ્તારના હરિ ઓમ નગર ખાતે રહેતા 54 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવેલ નથી, તેથી તંત્ર દ્વારા આ મહિલાના સંપર્કમાં આવેલા લોકોની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તેઓને રાજકોટની ક્રિષ્ટ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે.
ઝાંઝરડા રોડ ખાતેથી નોંધાયેલ એક વધુ કેસ સાથે જ જૂનાગઢ કોર્પોરેશન એરિયામાં કુલ 5 સહિત સમગ્ર જિલ્લામાં કુલ 28 કોરોના પોઝીટીવ કેસ થયા છે. અહીં કોરકના વાઇરસના બીજા આંકડાઓ પર નજર કરીએ.
- તારીખ: 30 મે, 2020(શનિવાર)
- સમય: સવારે 9 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસ: 28 (જૂનાગઢ કોર્પોરેશન-5 + અન્ય તાલુકાના કેસ- 23)
- રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 12
- મૃત્યુઆંક: 0
- કુલ એક્ટિવ કેસ: 16
Also Read : હવામાન ખાતા એ વાવાઝોડા “ઓખી” ની આગાહી કરેલ છે.