ચલો જાણીએ આજ તા.21મી મેના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં ગુજરાત સહિત ભારતમાં કેટલા કોરોના નવા કેસ ઉમેરાયા…

કોરોના

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના નું કદ દિન પ્રતિદિન વધતું જણાઈ રહ્યું છે. છેલ્લા થોડાક દિવસોથી દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 4 થી 5 હજાર દર્દીઓ નોંધાઇ રહ્યા છે, ત્યારે અહીં જૂનાગઢ સહિત રાજ્ય અને દેશમાં કોરોનાની શુ સ્થિતિ છે તેના પર એક નજર કરીએ.

Wearing face masks now mandatory in Ahmedabad, Rs 5,000 fine or 3 ...

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:- 

  • તારીખ: 21મી મે, 2020
  • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 1,12,359 (નવા 5,609 કેસ ઉમેરાયા)
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 63,624 (નવા 2,475 એક્ટિવ કેસ થયા)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 45,300 (વધુ 3,002 દર્દીઓ રિકવર થયા.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 3,435 (વધુ 132 દર્દીઓનું મૃત્યુ થયું.)

Ensure Rogue COVID-19 Posts Don't Go Viral: India Tells Facebook ...

ભારત બાદ હવે ગુજરાત પર એક નજર કરીએ. ગુજરાતમાં હાલ કોરોના પોઝીટીવ કેસનો આંકડો 13,000ને નજીક પહોંચવા આવ્યો છે. આજ તા.21મી મેના રોજ ગુજરાતમાં નવા 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ અહીં રાજ્યમાં કોરોના સંબંધિત બીજા આંકડાઓ દર્શાવેલ છે.

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-

  • તારીખ: 21મી મે, 2020
  • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 12,910 (નવા 371 કેસ નોંધાયા)
  • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 6,694
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 5,488 (વધુ 269 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 773 (વધુ 24 લોકોના મૃત્યુ થયા.)

કોરોના

ભારત અને ગુજરાત બાદ હવે આપણાં જૂનાગઢ જિલ્લાની વાત કરીએ. ગત 24 કલાકમાં માણાવદર અને કેશોદ ખાતેથી 1-1 એમ કુલ બે પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે. જેથી અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં કુલ 14 પોઝીટીવ કેસ નોંધાયેલા છે, જેમાંથી 4 દર્દીઓની તબિયત સંપૂર્ણપણે સારી થઈ ચૂકી હોવાથી રજા અપાઈ છે અને આ સિવાય બીજા તમામ દર્દીઓની સ્થિતિ પણ કાબુમાં છે.

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:-

  • તા.21મી મે, 2020
  • સમય: 5:00 PM
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 14
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 10
  • સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 4
  • મૃત્યુઆંક: 0

Also Read : Celebrating Lord Shiva | Maha Shivratri in Junagadh | Shivratri Mela Junagadh