ભારતમાં પણ હવે કોરોનાએ તેનું વિકરાળ રૂપ ધારણ કર્યું હોય તેમ જણાય છે, કારણ કે આજ તા.19મી મે સુધીમાં કોરોનાના દર્દીઓનો આંકડો 1 લખને પાર થઈ ચૂક્યો છે. ગુજરાતમાં પણ કોરોનાના દર્દીઓ 10,000ને પાર થઈ ચૂક્યા છે. અહીં જૂનાગઢ સહિત ગુજરાત અને દેશમાં કોરોનાની શુ સ્થિતિ છે તે જાણીએ.
ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-
- તારીખ: 18મી મે, 2020
- સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 1,01,139 (નવા 4,970 કેસ ઉમેરાયા)
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 58,802 (નવા 2,486 એક્ટિવ કેસ થયા)
- કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 19,174 (વધુ 2,350 દર્દીઓ રિકવર થયા.)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 3,163 (વધુ 134 દર્દીઓનું મૃત્યુ થયું.)
ભારત બાદ હવે ગુજરાત પર એક નજર કરીએ. આજરોજ તા.19મી મે, 2020 સાંજે 5:00 વાગ્યા સુધીમાં ફરી 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 395 નવા કેસ નોંધાયા છે, જેની સાથે આજે કોરોના વાઇરસનો આંકડો 12,000ને વટી ચૂક્યો છે. અહીં ગુજરાતમાં કોરોનાની શુ સ્થિતિ છે? તેનું એક માળખું આપેલું છે, જેના દ્વારા રાજ્યના જિલ્લાઓમાં કોરોનાની શુ સ્થિતી છે તે તપાસીએ.
ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-
- તારીખ: 19મી મે, 2020
- સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 12,141 (નવા 395 કેસ નોંધાયા)
- કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 6,379 (જેમાંથી 49 દર્દીઓ વેન્ટિલેટર પર છે.)
- કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 5,043 (વધુ 239 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 719 (વધુ 25 લોકોના મૃત્યુ થયા.)
ભારત અને ગુજરાત બાદ હવે વાત કરીએ આપણાં જૂનાગઢ જિલ્લાની. જૂનાગઢમાં ગત 24 કલાકમાં વધુ 3 પોઝીટીવ કેસ નોંધાતા હાલ જૂનાગઢમાં કુલ 9 પોઝીટીવ કેસ છે, જેમાંથી 2 દર્દીઓની તબિયત સંપૂર્ણપણે સારી થઈ ચૂકી હોવાથી રજા અપાઈ છે અને આ સિવાય બીજા તમામ દર્દીઓની સ્થિતિ કાબુમાં છે.
જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:
- તા.19મી મે, 2020
- સમય: 5:00 PM
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 12
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 8
- સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 4
- મૃત્યુઆંક: 0
Also Read : ૧૨મી નાપાસ મિત ચૌહાણે લખ્યું એથિકલ હેકિંગનું પુસ્તક.