જૂનાગઢ હવે કોરોના નું નવું હૉટસ્પોટ બની ચૂક્યું છે, કારણ કે છેલ્લા એક મહિનાની અંદર નોંધાયેલા અધધ નવા કેસના કારણે જૂનાગઢમાં કોરોનાના કુલ પોઝીટીવ કેસનો આંક 400થી ઉપર થઈ ચૂક્યો છે. જે કચ્છ અને અન્ય તેવા જિલ્લાઓ કરતા વધુ છે, જે જિલ્લાઓમાં જૂનાગઢ પહેલા કોરોનાનું સંક્રમણ ચાલુ થયું હતું. ટૂંકા સમયગાળામાં જ જૂનાગઢમાં કોરોનાનું સંક્રમણ ઉંચાઈ સુધી પહોંચી ગયું છે. અહીં જૂનાગઢના કોરોનાના આંકડા જાણીએ તે સાથે ભારત અને ગુજરાતના આંકડાઓ પર પણ નજર કરીએ.
સૌ પ્રથમ અહીં ભારતના કોરોનાના આંકડાઓ પર નજર કરીએ, તો દેખાઈ આવે છે કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં રેકોર્ડબ્રેક 32 હજારથી વધુ પોઝીટીવ કેસ નોંધાયા છે, જે ખૂબ ચિંતાજનક બાબત છે. આ સાથેના દેશના કોરોના સંબંધિત અન્ય આંકડાઓની માહિતી નીચે દર્શાવ્યા મુજબ છે.
ભારતના કોરોનાના આંકડા:
- તારીખ: 16મી જુલાઈ, 2020(ગુરુવાર)
- સમય: સવારે 11 વાગ્યા સુધી
- કુલ પોજીટીવ કેસની સંખ્યા: 9,68,876 (વધુ 32,695 નવા કેસ ઉમેરાયા)
- રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 6,12,815 (વધુ 20,783 લોકો રિકવર થઈ ગયા)
- કુલ મૃત્યુઆંક: 24,915 (વધુ 606 લોકોનું દુઃખદ અવસાન થયું)
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 3,31,146
ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:
- તારીખ: 15મી જુલાઈ 2020(બુધવાર)
- સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 44,648 (નવા 925 કેસ નોંધાયા)
- કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 31,346 (વધુ 791 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 2,081 (વધુ 10 લોકોના મૃત્યુ થયા.)
- કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 11,221
હવે જૂનાગઢ શહેર સહિત સમગ્ર જૂનાગઢ જિલ્લાના કોરોનાના આંકડા જાણીએ, તો જણાય છે કે ગઈકાલના દિવસે જૂનાગઢ જિલ્લામાં નવા કોરોનાના 45 કેસ નોંધાયા છે. તેમાંથી જૂનાગઢ શહેરના 26 કેસ છે અને બાકીના 19 કેસ અન્ય તાલુકાઓમાંથી નોંધાયા છે. નવા આવેલા તમામ કેસની વિસ્તારની તમામ માહિતી દર્શાવતી વિગત નીચેની Image મુજબ છે.
આ સાથે જ કાલના દિવસે વધુ 45 લોકો રિકવર થયા છે અને કોઇપણ દર્દીનું મૃત્યુ થયું નથી. જે ખૂબ સારા સમાચાર છે. હાલ નવા નોંધાયેલા કેસ સાથે જૂનાગઢમાં કોરોનાની સ્થિતિ નીચે મુજબ છે.
જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:
●તારીખ: 15મી જુલાઈ, 2020 (બુધવાર)
●સમય: 8:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 415
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 153
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 252
●મૃત્યુઆંક: 10
આ સાથે જ અહીં જણાવવાનું કે, જૂનાગઢ જિલ્લામાં અન્ય રાજ્ય અને જિલ્લામાંથી કોરોનાની સારવાર લાઇ રહેલા દર્દીઓની સંખ્યા 42 છે, જેથી જૂનાગઢ જિલ્લામાં સારવાર લાઇ રહેલા લોકોની કુલ સંખ્યા 457 ગણવામાં આવે છે.
Also Read : You must be the change you wish to see in the world