ગુજરાતમાં ગત ચોવીસ કલાકમાં કોરોના વાઇરસના આકડાઓમાં 500નો વધારો નોંધાયો છે. જેના કારણે કુલ પોઝીટીવ કેસની સંખ્યામાં પણ ઉછાળો આવ્યો છે, ત્યારે ચાલો જાણીએ આજના દિવસના ગુજરાત સહિત ભારતના આંકડાઓ…
ભારતમાં કોરોનાને લગતા આંકડાઓ:
- તારીખ: 13મી જૂન, 2020(શનીવાર)
- સમય: સવારે 11 વાગ્યા સુધી
- કુલ પોજીટીવ કેસની સંખ્યા: 3,08,993 (વધુ 11,458 નવા કેસ ઉમેરાયા)
- રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 1,54,330 (વધુ 7,135 લોકો રિકવર થઈ ગયા)
- કુલ મૃત્યુઆંક: 8,884 (વધુ 386 લોકોનું દુઃખદ અવસાન થયું)
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 1,45,779 (3,937 કેસનો વધારો થયો)
ગુજરાતમાં છેલ્લા 24 કલાક બાદ પોઝીટીવ કેસમાં ફરી થોડો વધારો નોંધાયો છે, જેનાથી કુલ પોઝીટીવ આંક 23 હજારને પાર થઈ ચૂક્યા છે, જેની સાથે જ અહીં ગુજરાતના કોરોના સંબંધિત આંકડાઓ પર નજર કરીએ…
ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:
- તારીખ: 13મી જૂન, 2020
- સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 23,079 (નવા 517 કેસ નોંધાયા)
- કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 15,891 (વધુ 390 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 1,449 (વધુ 31 લોકોના મૃત્યુ થયા.)
- કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 5,739
ગુજરાત અને ભારત બાદ હવે જૂનાગઢ જિલ્લામાં કોરોનાની શુ સ્થિતિ છે તેના પર એક નજર કરીએ, તો જણાય છે કે, છેલ્લા 48 કલાકમાં જૂનાગઢમાં કોરોનાનો કોઈ નવો કેસ નોંધાયો નથી, જેના કારણે જૂનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લામાં રાહત વ્યાપેલી છે.
જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:
- તારીખ: 13મી જૂન, 2020
- સમય: 5:00 PM
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 40
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 10
- સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 29
- મૃત્યુઆંક: 1
Also Read : Impacts of Social Media