રાજ્યમાં ફરી 24 કલાકમાં રેકોર્ડબ્રેક 466 લોકો રિકવર! તા.12મી મે, 8:30PM સુધીની રાજ્યમાં કોરોના ની સ્થિતિ

કોરોના

કોરોના : ગુજરાતમાં હવે રિકવરી રેટમાં સતત વધારો દેખાઈ રહ્યો છે. સાથે જ મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. ભારતમાં પણ કોરોના સંક્રમિત હોય તેવા 2000 લોકો એક જ દિવસમાં રિકવર થયા છે. અહીં ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની શુ સ્થિતિ છે તેની માહિતી આપવામાં આવી છે. જેના પર એક નજર કરીએ.

Mumbai police seize 2.5-mn masks worth Rs 15 crore - Social News XYZ

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-

  • તારીખ: 12મી મે, 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 70,756 (નવા 3,604 કેસ ઉમેરાયા)
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 46,008 (નવા 1,979 એક્ટિવ કેસ થયા)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 22,455 (વધુ 1,538 દર્દીઓ રિકવર થયા.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 2,293 (વધુ 87 દર્દીઓનું મૃત્યુ થયું.)

ભારત બાદ હવે ગુજરાત પર એક નજર કરીએ. આજરોજ તા.12મી મે, 2020 સાંજે 8:30 વાગ્યા સુધીમાં 24 કલાલમાં રાજ્યમાં 300થી વધુ નવા કેસ નોંધાયા છે, જેની સાથે આજે કોરોના વાઇરસનો આંકડો 8 હજારને પાર થઈ ચૂક્યો છે. જો કે અહીં સારી વાત એ છે કે, આજે ફરી રેકોર્ડબ્રેક 466 જેટલીમોટી સંખ્યામાં કોરોના સંક્રમિત દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પાછા ફર્યા હતા. અહીં ગુજરાતમાં કોરોનાની શુ સ્થિતિ છે? તેનું એક માળખું આપેલું છે, જેના દ્વારા રાજ્યના જિલ્લાઓમાં કોરોનાની શુ સ્થિતી છે તે તપાસીએ.

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-

  • તારીખ: 12મી મે, 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 8,904 (નવા 362 કેસ નોંધાયા)
  • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 5,121
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 3,246 (વધુ 466 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 537 (વધુ 24 લોકોના મૃત્યુ થયા.)

કોરોના

ભારત અને ગુજરાત બાદ હવે એક નજર જૂનાગઢ જિલ્લા પર કરીએ. જૂનાગઢમાં જે પ્રથમ બે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા, તે બન્ને દર્દીઓની સ્થિતિ સુધરતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જો કે છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.

કોરોના

જૂનાગઢ રાજ્યના કોરોના સંબંધિત આંકડાઓ:-

  • તા.12મી મે, 2020
  • સમય: 8:30 PM
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 3
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 1
  • સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 2
  • મૃત્યુઆંક: 0

Also Read : Artist of the Week: Neha Devchandani