કોરોના : જૂનાગઢ શહેર અને જિલ્લામાં હવે કોરોનાના કેસ બમણી ગતિએ વધી રહ્યા છે. જો કે આ ગતિ ખાસ કરીને Unlock1.0 અને Unlock2.0માં વધી ચુકી હોય તેવું જણાઈ છે. છેલ્લા થોડાક દિવસોથી સતત વધી રહેલા કેસ આ વાતની સાક્ષી પૂરે છે. જૂનાગઢમાં આજે પણ વધુ 34 કેસ નોંધાયા છે.
આજે નોંધાયેલા 34 કેસની વિગત વાર માહિતી જાણીએ. નવા નોંધાયેલા કેસમાંથી જૂનાગઢ શહેર અને જૂનાગઢ કોર્પોરેશન હેઠળના વિસ્તારોમાંથી કુલ 16 કેસ નોંધાયા છે. આ સિવાયના અન્ય કેસ જૂનાગઢના અન્ય તાલુકાઓમાંથી નોંધાયા છે. જેમની વિગતવાર માહિતી નીચે દર્શાવેલી image મુજબ છે.
તેમજ આજના દિવસે કોઈપણ કોરોના દર્દી રિકવર થયેલ નથી, તો સાથે જ કોઈપણ કોરોના દર્દીનું અવસાન પણ થયું નથી. જે થોડાઘણા રાહતના સમાચાર છે. હાલ નવા નોંધાયેલા કેસ સાથે જૂનાગઢ જિલ્લામાં કોરોનાની સ્થિતિ નીચે મુજબ છે.
જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:
●તારીખ: 12મી જુલાઈ, 2020 (રવિવાર)
●સમય: 9:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 297
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 143
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 147
●મૃત્યુઆંક: 7
આ સાથે જ અહીં જણાવવાનું કે, જૂનાગઢ જિલ્લામાં અન્ય રાજ્ય અને જિલ્લામાંથી કોરોનાની સારવાર લાઇ રહેલા દર્દીઓની સંખ્યા 40 છે, જેથી જૂનાગઢ જિલ્લામાં સારવાર લાઇ રહેલા લોકોની કુલ સંખ્યા 337 ગણવામાં આવે છે.
Also Read : “આપડું જૂનાગઢ, ક્લિન જૂનાગઢ”