જૂનાગઢમાં કોરોના વાઇરસે ફરી પોતાની ગતિ વધારી છે અને ફરીથી શહેરમાં અને આજુબાજુના તાલુકાઓમાં કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. ગઇકાલે નોંધાયેલા 4 નવા કેસ બાદ આજે ફરી જૂનાગઢમાં કોરોના વાઇરસનો એક કેસ નોંધાયેલ છે. જેની માહિતી અહી જણાવેલ છે…
આજ તા.9મી જૂનના રોજ શહેરના આંબેડકર નગર વિસ્તારમાથી એક 45 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોજીટીવ આવેલ છે. તેઓ ટૂક સમય પહેલા રાજકોટ એક સામાજિક પ્રસંગમાં ગયા હતા, ત્યાથી આવ્યા બાદ તેમના સેમ્પલ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જે આજે પોજીટીવ આવેલ છે.
આ સાથે જ જૂનાગઢ જીલ્લામાં તા.9મી જૂનના રોજ સાંજે 6:30 વાગ્યા સુધીમાં કોરોના વાઈરસની શું સ્થિતિ છે તે જાણીએ…
- તારીખ: 9મી જૂન, 2020
- સમય: 6:30 PM
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 36
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 9
- સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 26
- મૃત્યુઆંક: 1
Also Read : Top 5 Youtube channels for Men Dressing, grooming & fitness!