દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના નવા 24 હજારથી વધુ કેસ નોંધાયા, સાથે જ જાણીએ ગુજરાતના આંકડા

ગુજરાત અને ભારતમાં કોરોનાના આંકડા ખૂબ ઝડપી ગતિએ વધી રહ્યા છે. જેના થકી દેશમાં અત્યારે કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 7 લાખ 67 હજારને પાર થઈ ચૂકી છે, આ સાથે જ દેશની આજના દિવસની કોરોનાની સ્થિતિ વિશે જાણીએ…

ગુજરાતમાં છેલ્લા 24 કલાક બાદ પોઝીટીવ કેસમાં 780થઈ વધુ કેસનો ઉમેરો થયો છે, સાથે જ 569 લોકો કોરોના વાઇરસમાંથી સાજા થઈ ચુક્યા છે. આ સાથે જ અહીં દર્શાવેલ ગુજરાતના કોરોના સંબંધિત આંકડાઓ પર નજર કરીએ…

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:

  • તારીખ: 8મી જુલાઈ 2020(બુધવાર)
  • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 38,333 (નવા 783 કેસ નોંધાયા)
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 27,289 (વધુ 569 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 1,993 (વધુ 16 લોકોના મૃત્યુ થયા.)
  • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 9,051

ગુજરાતના આંકડાઓ પર નજર કર્યા બાદ સમગ્ર ભારતના કોરોનાના આંકડા પર એક દ્રષ્ટિ કરીએ. જે મુજબ ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના પોઝીટીવ કેસમાં સતત 20 હજારથી વધુ કેસનો ઉનેરો થઈ રહ્યો છે. જેના કારણે ટુક સમયમાં જ કુલ પોઝીટીવ કેસની સંખ્યા 7 લાખ 67 હજારને પાર થઈ ચુક્યો છે. આ સાથેના અન્ય આંકડાઓ નીચે મુજબ છે.

ભારતના કોરોનાના આંકડા:-

તારીખ: 9મી જુલાઈ, 2020(ગુરુવાર)
●સમય: સવારે 11 વાગ્યા સુધી
●કુલ પોજીટીવ કેસની સંખ્યા: 7,67,296 (વધુ 24,879 નવા કેસ ઉમેરાયા)
●રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 4,76,378 (વધુ 19,547 લોકો રિકવર થઈ ગયા)
●કુલ મૃત્યુઆંક: 21,129 (વધુ 487 લોકોનું દુઃખદ અવસાન થયું)
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 2,69,789

આમ, દેશમાં હાલ 7 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમા 4 લાખ 76 હજારથી વધુ લોકો રિકવર થઈ ચૂક્યા છે.

Also Read : The floor is lava is a game