ગુજરાતમાં કોરોના વાઇરસના પોઝીટીવ કેસમાં છેલ્લા 24 કલાકમાં 477 દર્દીઓનો વધારો નોંધાયો છે, જે છેલ્લા ઘણા સમયથી સરેરાસ રીતે નોંધાઇ જ રહ્યા છે, તો ચાલો જાણીએ આજના ગુજરાત અને ભારતના કોરોનાના આંકડા વિશે…
ભારતમાં કોરોનાને લગતા આંકડાઓ:
- તારીખ: 8મી જૂન, 2020(શનિવાર)
- સમય: સવારે 10:30 વાગ્યા સુધી
- કુલ પોજીટીવ કેસની સંખ્યા: 2,56,611 (વધુ 9,983 નવા કેસ ઉમેરાયા)
- રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 1,24,095 (વધુ 4,802 લોકો રિકવર થઈ ગયા)
- કુલ મૃત્યુઆંક: 7,135 (વધુ 206 લોકોનું દુઃખદ અવસાન થયું)
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 1,25,381 (4,975 કેસનો વધારો થયો)
ભારત બાદ હવે પરત ફરીએ આપણાં ગુજરાતના કોરોનાના આંકડાઓ પર.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 477 કેસ નોંધાયા છે અને સામે 321 લોકો ડિસ્ચાર્જ થાય છે. આ સાથે જ અહીં ગુજરાતના કોરોના સંબંધિત આંકડાઓ પર નજર કરીએ….
ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:
- તારીખ: 8મી જૂન, 2020
- સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 20,574 (નવા 477 કેસ નોંધાયા)
- કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 5,205
- કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 13,964 (વધુ 321 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 1,280 (વધુ 31 લોકોના મૃત્યુ થયા.)
ગુજરાત અને ભારતમાં કોરોનાની શુ સ્થિતું છે તે જાણ્યા બાદ ચલો હવે આપણા જૂનાગઢ જિલ્લાના કોરોના સંબંધિત આંકડાઓની માહિતી મેળવીએ. જૂનાગઢમાં ગત 24 કલાકમાં ફરી નવા 4 કેસ નોંધાયા છે, જેમાંથી સાખડાવાદરના એક 70 વર્ષીય પુરુષ અને ચોરવાડના એક 56 વર્ષીય પુરુષ, એક 21 વર્ષીય પુરુષ અને એક 49 વર્ષીય મહિલા એમ એક જ પરિવારના ત્રણ લોકો કોરોનાગ્રસ્ત નોંધાયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં જૂનાગઢમાં કોરોનાની શુ સ્થિતિ છે તે જાણીએ.
જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:
- તારીખ: 8મી જૂન, 2020
- સમય: 5:00 PM
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 35
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 8
- સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 26
- મૃત્યુઆંક: 1
Also Read : THE NEW YOU ‘Wedding Special’ Part 3