ગુજરાતમાં કોરોના વાઇરસના પોઝીટીવ કેસમાં છેલ્લા 24 કલાકમાં 480 દર્દીઓનો વધારો નોંધાયો છે, જે છેલ્લા ઘણા સમયથી સરેરાસ રીતે નોંધાઇ રહ્યા છે, તો ચાલો જાણીએ આજના ગુજરાત અને ભારતના કોરોનાના આંકડા વિશે…
ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-
- તારીખ: 7મી જૂન, 2020(શનિવાર)
- સમય: સવારે 10:30 વાગ્યા સુધી
- કુલ પોજીટીવ કેસની સંખ્યા: 2,46,628 (વધુ 9,971 નવા કેસ ઉમેરાયા)
- રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 1,19,293 (વધુ 5,220 લોકો રિકવર થઈ ગયા)
- કુલ મૃત્યુઆંક: 6,929 (વધુ 287 લોકોનું દુઃખદ અવસાન થયું)
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 1,20,406 (4,464 કેસનો વધારો થયો)
ભારત બાદ ગુજરાતના કોરોનાના આંકડા પર એક નજર નાખતા જણાય કે, ગુજરાતમાં તા.5મી જૂન સુધીમાં કોરોનાના કેસ 20 હજારને નજીક પહોંચી ગયા છે. જો કે ગુજરાતમાં કેસના પ્રમાણમાં નોંધાતા ઘટાડાને કારણે અત્યારે સમગ્ર દેશમાં બીજા ક્રમાંકેથી ચોથા ક્રમાંકે પહોંચી ગયું છે.
ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-
- તારીખ: 7મી જૂન, 2020
- સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 20,097 (નવા 480 કેસ નોંધાયા)
- કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 5,205
- કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 13,643 (વધુ 319 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 1,249 (વધુ 30 લોકોના મૃત્યુ થયા.)
ગુજરાત અને ભારતમાં કોરોનાની શુ સ્થિતું છે તે જાણ્યા બાદ ચલો હવે આપણા જૂનાગઢ જિલ્લાના કોરોના સંબંધિત આંકડાઓની માહિતી મેળવીએ. જૂનાગઢમાં કોરોનાના સંક્રમણે થોડોક વિરામ લીધો હોય તેવું જણાઈ રહ્યું છે. કારણ કે, ગત 48 કલાકમાં જૂનાગઢમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી, જે જુનાગઢવાસીઓ માટે સારા સમાચાર છે. આ સાથે જ અત્યાર સુધીમાં જૂનાગઢમાં કોરોનાની શુ સ્થિતિ છે તે જાણીએ.
જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:-
●તારીખ: 7મી જૂન, 2020
●સમય: 5:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 31
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 4
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 26
●મૃત્યુઆંક: 1
Also Read : Healthy Baby Contest – Junagadh