હવે ખેતી કરવું બનશે વધુ સરળ. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધકે બનાવ્યું પાકમાં ખાતરનું પ્રમાણ જાણવા માટે નેનો બાયોસેન્સર. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાયોટેકનોલોજી વિભાગના સંશોધક ડો. જૈમિન જાદવે બનાવેલ આ નેનો-બાયોસેન્સર દ્વારા ઉભા પાકમાં પોટેશિયમની ઉણપ છે કે નહીં તે સરળતાથી જાણી શકાય છે. ડો. જૈમિન જાદવે જણાવ્યા મુજબ ખેડૂત પાકના પાંદડા લઇ તેને મશળીને આ મશીન પર મૂકે તો તરત જ તે મશીન બતાવશે કે એ પાકમાં પોટેશિયમની માત્રા કેટલી છે. આ સંશોધન દ્વારા ખેડૂતનો પાક નિષ્ફળ જતો બચી શકશે, ખાતરનો વધુ પડતો ઉપયોગ ઘટાડી શકાશે જેથી ખેતીના ખર્ચમાં પણ ઘટાડો થશે સાથેજ જમીન તથા હવાને પણ વધુ પ્રદુષિત થતા રોકી શકાશે. આ નેનો-બાયોસેન્સરની શોધ માટે પેટન્ટ ફાઇલ કરી દેવામાં આવી છે. ડો. જૈમિન જાદવને આ શોધ બદલ ગાંધીયન યંગ ટેકનોલોજીકલ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.હાલ આ મશીનને વધુ નાનું બનાવવા માટે સંશોધન ચાલે છે.
Also Read : લીલી પરિક્રમા થઈ પૂર્ણ, પરિક્રમાર્થીઓની સંખ્યા ગત વર્ષ કરતાં 50 ટકા ઓછી હોવાનું અનુમાન!