માર્ગદર્શક વર્કશોપ : તા. 12/07/2018 નાં રોજ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢના ઓડિટોરિયમ ખાતે જૂનાગઢ મહાનગરપાલિકા તથા સરકારશ્રી દ્વારા નક્કી કરાયેલ પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિકની વસ્તુઓ તથા 50 માઈક્રોનથી નીચેની પ્લાસ્ટિક ન વાપરવા અંગે માર્ગદર્શક વર્કશોપ યોજાયો. જે અંતર્ગત વેપારીઓ તથા જાહેર જનતાને 50 માઈક્રોનથી નીચેની પ્લાસ્ટિક ન વાપરવા માટે અપીલ કરવામાં આવી હતી.
– ગુજરાત પ્રદૂષણ બોર્ડ વિભાગ કચેરી જૂનાગઢના સહયોગ તથા માન. મેયર શ્રી આદ્યાશક્તિબેન મજુમદાર, કમિશનર શ્રી પ્રકાશ સોલંકી તેમજ આસિ. કમિશનર જયેશભાઇ વાજાનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ વર્કશોપમાં વેપારી એસોસિએશનનાં વાઇસ ચેરમેન મનહરભાઈ સૂચક, સુરેશભાઈ રાજા, પર્યાવરણ ઇજનેરશ્રી રાજુભાઇ ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહયા હતા.
Also Read : સ્વતંત્રતા ના સંભારણા ભાગ 1 : નવાબનો વિશ્વાસઘાત