“જૂનાગઢ માં થયું હતું દેશનું સૌ પ્રથમ મતદાન”
ભારત આઝાદ થયું, પરંતુ જૂનાગઢનાં નવાબ ભારતમાં ભળવાને બદલે પાકિસ્તાનમાં ભળવા માંગતા હતાં. જૂનાગઢને આઝાદ કરવા આરઝી હકુમતની લડાઇ થઇ હતી. આઝાદી બાદ પ્રથમ મતદાન જૂનાગઢમાં થયું હતું. જૂનાગઢની પ્રજા હિન્દુસ્તાન સાથે રહેવા માંગે છે કે પાકિસ્તાન સાથે તેને લઇ મતદાન થયું હતું. 20 ફેબ્રુઆરી 1948માં જૂનાગઢમાં મતદાન થયું હતું. જેમાં હિન્દુસ્તાન તરફી 1,90,688 મત અને પાકિસ્તાન તરફી 91 મત પડ્યાં હતાં. આ ઉપરાંત જૂનાગઢ આસપાસનાં માણાવદર, બાંટવા બડા, બાંટવા છોટા, બાબરીયાવાળામાં હિન્દુસ્તાન તરફી 31405 અને પાકિસ્તાન તરફી 39 મત પડ્યાં હતાં. આઝાદી પછી દેશમાં સૌ પ્રથમ વખત જૂનાગઢમાં મતદાન થયું હતું. આ વખતે પણ આપણે સૌ મતદાન કરી ને આપણી પરંપરા અને જવાબદારી નિભાવીશુ.
Also Read : તા.31મી મેના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં ગુજરાત સહિત ભારતના કોરોના ના આંકડાઓ પર નજર કરીએ…