આપણાં જૂનાગઢ શહેરના વિવિધ પ્રશ્નોને વાચા આપીને જૂનાગઢના વર્તમાન ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા સુધી પહોંચાડવા ટીમ આપણું જૂનાગઢ દ્વારા ‘જૂનાગઢ પૂછે છે!’ કેમ્પેન અંતર્ગત તા.11 જાન્યુઆરીના રોજ એક લાઈવ ટોક શોનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં જૂનાગઢના વિવિધ ક્ષેત્રના આગેવાનો તથા નાગરિકો જોડાશે અને ધારાસભ્ય સમક્ષ જૂનાગઢના પ્રશ્નો રાખીને તેનો જવાબ મેળવવાનો પ્રયાસ થશે, તો આ લાઇવ ટોક શો જોવાનું ચૂકાય નહીં…
આ ટોક શોનું લાઇવ પ્રસારણ તમે Aapdu Junagadh ની યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ પર નિહાળી શકશો…
.
તારીખ: 11 જાન્યુઆરી, 2024(ગુરૂવાર)
સમય: રાત્રે 9 વાગ્યાથી…