જૂનાગઢ માં આવેલ કરતાલબાગમાં સફાઇકામ કરીને સ્વચ્છતાને પોતાની જવાબદારી સમજી હતી

જૂનાગઢ

જૂનાગઢ : ‘શહેરને સ્વચ્છ રાખવું એ જવાબદારી આપણા સૌની છે’ આ વાતને ધ્યાનમાં લઈને આપણા જૂનાગઢની ગવર્નમેન્ટ પોલીટેકનીક કોલેજના મિકેનિકલ બ્રાન્ચના વિધ્યાર્થીઓએ શહેરની સ્વચ્છતા માટે સરાહનીય પ્રયાસ કર્યો છે.

જૂનાગઢ જૂનાગઢ

જૂનાગઢમાં આવેલ કરતાલબાગમાં સફાઇકામ કરીને સ્વચ્છતાને પોતાની જવાબદારી સમજી હતી પણ આ વિધ્યાર્થીઓએ કે પછી આપણે કોઈએ આ રીતે સફાઈ કરવા જવું પડે જ નહીં એ દિશામાં પ્રયાસ ન થઈ શકે? આપણે હરતા-ફરતા કોઈ કાગળ, પ્લાસ્ટિક પેકેટ કે કોઈપણ અનિચ્છનીય કચરો ખુલ્લામાં ફેંકી દઈએ છીએ એ ના કરીએ તો કોઈએ આ રીતે સફાઈ કરવા નીકળવું ન પડે. શું કહો છો ? ખાલી આટલું કરીએ આપણા પોતાના માટે? ?

જૂનાગઢ

Also Read : જાણો બે નંદી ધરાવતા જૂનાગઢની નજીક આવેલા આ અનોખા શિવાલય વિશે…