કારગીલ વિજય દિવસ

આપણા જૂનાગઢના શહીદ ભગતસિંહ ગ્રુપ દ્વારા આજે ‘કારગીલ વિજય દિવસ’ નિમિત્તે વૃક્ષારોપણ નો પ્રથમ કાર્યક્રમ પ્રાયોગિક શાળા ખાતે કરવા માં આવ્યો, જેમાં શાળાના બાળકો અને શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા, વાવવામાં આવેલા પ્રત્યેક વૃક્ષ ને શાળાના એક એક બાળકોએ પોતાનું નામ આપ્યું અને વૃક્ષની જાળવણીની પ્રતિજ્ઞા પણ લીધી. નાનપણથી જ બાળકોમાં વૃક્ષો માટેનો પ્રેમ ઉજાગર થાય એવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ શાળામાં રાખવામાં આવ્યો હતો.