Junagadh News : કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ રૂ.39.50 ના ઘટાડા સાથે રૂ.1780 થયો; જૂનાગઢનાં 4 હજાર ગ્રાહકોને ફાયદો થશે!

Junagadh News : કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ રૂ.39.50 ના ઘટાડા સાથે રૂ.1780 થયો; જૂનાગઢનાં 4 હજાર ગ્રાહકોને ફાયદો થશે!
  • જૂનાગઢમાં ઓક્ટોબર માસથી ડિસેમ્બર માસ સુધીમાં કોમર્શિયલ 19 કિલોના ગેસ સિલિન્ડરમાં ભાવમાં સતત વધારો નોંધાયો હતો.
  • આખરે 2 મહિના બાદ રૂ.39.50 ના ઘટાડા સાથે ભાવ રૂ.1819.50 માંથી રૂ.1780 થયા હતા.
  • મળતી માહિતી પ્રમાણે; ડિસેમ્બર માસની શરૂઆતમાં સરકાર દ્વારા કોમર્શિયલ ગ્રાહકોને 19 કિલોના ગેસ સિલિન્ડરમાં રૂ.20 નો વધારો નોધાયો છે.
  • જૂનાગઢ શહેરમાં કોમર્શીયલ એલપીજીનો વપરાશ કરતા 4000 ગ્રાહકો છે, જેને રૂ.1799 માં મળતા સિલિન્ડરના રૂ.1819.50 રહ્યા હતા.
  • જો કે, ઘરવપરાશના 14.2 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો ન હતો.
  • ઓક્ટોબર માસમાં ગેસ સિલિન્ડરના ભાવ રૂ.1754, નવેમ્બરમાં રૂ.1856 અને ડિસેમ્બરમાં રૂ.1819.50 રહ્યો હતો.
  • જેમાં 2 મહિના બાદ રૂ.39.50 ના ઘટાડો થતા શહેરના 4,000 કોમર્શિયલ ગ્રાહકોને 19 કિલોના સિલિન્ડરના હવે ભાવ રૂ.1780 ચૂકવવાના રહેશે.