Chamunda Temple : જૂનાગઢ એક ઐતિહાસિક નગર છે, આ નગરના ઈતિહાસમાં વિવિધતાની સાથે ધાર્મિકતા પણ જોડાયેલી છે. અનેક પૌરાણિક તીર્થસ્થાનો આપણાં જૂનાગઢમાં આવેલા છે, જેમાં ઘણાં એવા હશે જેના દર્શન આપણને અવારનવાર થતાં
જય ચામુંડા જય કંકાલી, તુહી અંબિકા તુહી કાલી
મંગલમયી તું મંગલ કરજે, ભવ ભવ કેરા દુ:ખડા હરજે
હશે,પરંતુ ઘણાં એવા તીર્થસ્થાનો પણ છે જેનાથી આપણે અજાણ હોઈએ છીએ. ત્યારે આજે જૂનાગઢનાં એવાજ એક પ્રાચીન શક્તિધામની વાત કરીશું,કે જ્યાં ચંડ-મુંડને મારનારી અને ભક્તોને તારનારી ભગવતી માઁ ચામુંડા પ્રાચીનકાળથી બિરાજમાન છે…
ગિરનાર દરવાજાની બરાબર સામે ગરબી ચોક આવેલો છે. આ ગરબીચોકની ડાબી બાજુએ ઉપરની બાજુ જઇ રહેલા ઢોળાવવાળા રસ્તા પર આગળ વધતાં માઁ ચામુંડાના મંદિરે પહોંચી શકાય છે. આ ચામુંડા મંદિરના ઈતિહાસ વિશે કોઈ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત નથી, પરંતુ આ મંદિર ઉપરકોટની રાંગ(દીવાલ) સાથે જોડાયેલું છે. અહિયાં મંદિરમાં ચામુંડા માતાજીની કોઈ પ્રતિમા નથી, પરંતુ ઉપરકોટની રાંગમાંથી માતાજીનું સ્વરૂપ સ્વયંભૂ પ્રગટ થયું હોવાની માન્યતા છે. તેથી એવું માનવામાં આવે છે કે ઉપરકોટનો કિલ્લો જેટલો પૌરાણિક છે, આ માતાજીનું મંદિર પણ એટલુંજ જૂનું છે.
ઉપરકોટનો કિલ્લો ભગવાન શ્રીકૃષ્ણના નાનાજી રાજા ઉગ્રસેનએ બંધાવ્યો હતો. તે પછી ઇ.સ.700 વર્ષ સુધી આ કિલ્લો ઉજ્જડ પડ્યો રહ્યો. ત્યારબાદ આ કિલ્લાને ઇ.સ.940 થી 975માં જૂનાગઢનાં રાજા રા’ગ્રહાર તથા તેના અનુગામીઓએ સમારકામ કરાવ્યું. ત્યારબાદ ઇ.સ.1025 થી 1067 ના સમય દરમિયાન આ કિલ્લાનું સમારકામ રા’નવઘણ અને રા’ખેંગારે કરાવ્યું. જે પછી ઇ.સ.1450માં રાજા રા’મંડલિક અને ત્યારબાદ ઇ.સ.1893-94 માં જે તે સમયના દિવાન દ્વારા આ કિલ્લાનો જીણોદ્ધાર થયો હોવાની માન્યતા છે. ત્યારે આ કિલ્લામાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા ચામુંડા માતાજીનું મંદિર આશરે 1300 વર્ષ પહેલાનું હોવાની માન્યતા છે.
આ જગ્યાએ પહેલા જંગલ વિસ્તાર હોવાથી મંદિરે પહોંચવા માટે નાની કેડી જ હતી, જેથી કોઈ લોકોને આ મંદિર વિશેનો ખ્યાલ ન હતો. પરંતુ વર્ષ 2014 માં આ મંદિરનો જીણોદ્ધાર કરવામાં આવ્યો અને ધીમેધીમે અહિયાં આવતા ભાવિકોની સંખ્યા પણ વધારો થતો ગયો. ચામુંડા મંદિરની બાજુમાં ખોડિયાર માતાજી તથા ચામુંડેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. આ મંદિરમાં દર ચૈત્રી નવરાત્રિ તેમજ આસો માસની નવરાત્રિમાં માતાજીનું અનુષ્ઠાન-પૂજા વગેરે કરવામાં આવે છે. બંને નવરાત્રિ પર્વના આઠમના દિવસે હવનનું પણ આયોજન થાય છે. આ મંદિરની વિશેષતા એ છે કે, દર માસની પૂનમ ભરવા અહિયાં દૂર દૂરથી ભક્તો આવતા હોય છે. જેથી આ મંદિરે દર પૂનમે મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન થાય છે. કોઈપણ નાતજાતના ભેદભાવ વગર 600-700 ભક્તો માતાજીનો પ્રસાદ જમે છે. ઉપરકોટને અડીને આવેલા આ શક્તિધામના દર્શન કરવા એક લ્હાવો છે. આધ્યશક્તિ જગદંબા સ્વરૂપા માં ચામુંડાના ચરણોમાં કોટિ કોટિ વંદન…
સૌને જય માતાજી…
Author: Sumit Jani(શિવાય) #TeamAapduJunagadh
Also Read : સાડીમાં આવેલા આ મહિલા અધિકારીને કારણે થયું અધધ મતદાન! જુઓ તસ્વીરો અને વિડીયો…