કોરોના : રાજ્યમાં તા. 29મી મેના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં અત્યાર સુધીના સૌથી વધુ 608 લોકો ડિસ્ચાર્જ થયા!

કોરોના

ગુજરાત રાજ્ય સહિત સમગ્ર ભારત દેશ કોરોના વાઇરસ સામેની લડાઈમાં ટક્કર આઓવ માટે એક નમૂનારુપ સાબિત થયેલ છે. હાલ સમગ્ર વિશ્વ કોરોના સામે જીત મેળવવા માટે ભારત તરફ મીટ માંડીને બેઠા હોય તેવું કહેવામાં પણ અતિશયોક્તિ નથી, ત્યારે ચલો અહીં ગુજરાત અને ભારતમાં કોરોનાની શુ સ્થિતિ છે તેનો તાગ મેળવીએ.

કોરોના

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-

  • તારીખ: 29મી મે, 2020
  • સમય: સવારે 8:00 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 1,65,799 (નવા 7,466 કેસ ઉમેરાયા)
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 89,987 (નવા 3,877 એક્ટિવ કેસ થયા)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 71,106 (વધુ 3,414 દર્દીઓ રિકવર થયા.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 4,706 (વધુ 175 દર્દીઓનું મૃત્યુ થયું.)

કોરોના

ભારત બાદ હવે ગુજરાતમાં તા.29મી મે સુધીમાં નોંધાયેલા કોરોના સંબંધિત આંકડાઓ વિશે વાત કરીએ તો જણાય છે કે, અત્યાર સુધીના સૌથી વધુ 608 કોરોના સંક્રમિત હોય તેવા લોકો આજ એક જ દિવસમાં ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ અહીં રાજ્યના બીજા કોરોના સંબંધિત આંકડા આપ્યા છે, ટેબ વિશે જાણીએ.

કોરોના

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-

  • તારીખ: 29મી મે, 2020
  • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 15,944 (નવા 372 કેસ નોંધાયા)
  • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 6,355
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 8,609 (વધુ 608 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 980 (વધુ 20 લોકોના મૃત્યુ થયા.)

કોરોના

ગુજરાત અને ભારતના કોરોનાના આંકડા જાણ્યા બાદ હવે આપણા જૂનાગઢ જિલ્લાના કોરોના સંબંધિત આંકડાઓ પર એક નજર કરીએ. ગત 24 કલાકમાં જૂનાગઢમાં કોરોનાના પોઝીટીવ કેસમાં વિરામ થયો હોય તેવું લાગે છે, કારણ કે ગત 24 કલાકમાં જૂનાગઢમાં એક પણ પોઝીટીવ કેસ નોંધાયેલ નથી. જે જૂનાગઢ માટે સારા સમાચાર છે.

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:-

  • તારીખ: 29મી મે, 2020
  • સમય: 5:00 PM
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 27
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 15
  • સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 12
  • મૃત્યુઆંક: 0

Also Read : App of the week – “Calm”