જૂનાગઢ જિલ્લાના સ્વતંત્રતા સેનાનીઓનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું.
- જૂનાગઢ જિલ્લાના સ્વતંત્રતા સેનાની સર્વશ્રી શંભુપ્રસાદ ઓઝા, છેલશંકર પાઠક, લાભશંકર દવે અને કે.બી. ઉપાધ્યાયનું જૂનાગઢ કલેક્ટરની અધ્યક્ષતામાં આઝાદી કા અમૃત મહોત્સવના ઉપલક્ષ્યમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અનસંગ હીરોસનું સાલ-સ્મૃતિચિન્હ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું.
- આ સન્માન તેમના વતી તેમના પરિવારજનોએ સ્વીકાર્યું હતું.
- આ સન્માન સ્વીકારવા માટે શંભુપ્રસાદ ઓઝા વતી અનિલભાઈ જોશી, તેવી જ રીતે છેલશંકર પાઠકના ધર્મપત્ની કાંતાબેન, લાભશંકર દવેના પુત્ર કૃષ્ણકુમાર, કે.બી. ઉપાધ્યાયના ધર્મપત્ની ચંપાબેન ઉપસ્થિત રહ્યા હતા.
- અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં દેશની આઝાદીમાં યોગદાન આપનાર જૂનાગઢના લડવૈયાઓના સ્વતંત્રતા સંગ્રામ વખતના સ્મરણો તાજા કરાયા હતા.
- જૂનાગઢના સ્વતંત્રતા સેનાની મુખે સાંભળેલ તેમના પરિવારજનોએ આઝાદી માટેના સંઘર્ષ, જેલવાસ વગેરેને વાગોળ્યા હતા.
- આ તકે જૂનાગઢ કલેક્ટર દ્વારા વર્ણવાયું કે; સ્વતંત્રતા સેનાનીઓએ દેશ માટે તન-મન-ધન બધું જ અર્પણ કરી દીધું હતું, તેમનું ઋણ તો ચૂકવી શકાય તેમ નથી પણ સાદર વંદન સાથે તેમનામાંથી પ્રેરણા મેળવીએ.