ગિરનાર ના કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલું આરોગ્ય વર્ધક કેન્દ્ર એટલે યોગાશ્રમ

યોગાશ્રમ

યોગાશ્રમ : જિંદગીની રોજીંદી ભાગદોડથી આપણે કંટાળી જતાં હોઈએ છીએ, અને એ કંટાળાને દૂર કરવા આપણે સંગીત સંભાળવું, રમતો રમવી, ચાલવા કે દોડવા જવું- જેવી અનેક પ્રવુતિઓ કરતાં હોઈએ છીએ. કા પછી હોલિડે ટુરકે પિકનિકનો સહારો લેતા હોઈએ છીએ, ખરુંને? પણ શું ખરેખર આવી પ્રવૃતિઓ કરવાથી આપણને શાંતિ કે સંપૂર્ણ માનસિક નિરાંત મળે છે ખરી? ના, શક્ય જ નથી.yogashram junagadh

yogashram junagadh

આપણે તો બસ થોડા સમયમાટે કામના ભારના ટોપલાને એક બાજુ મૂકી, આવી પ્રવુતિઓ કરી બિચારા મનને મનાવી લઈએ છીએ. પણ જો એટલા જ સમયમાં આપણને સંપૂર્ણશાંતિ તેમજ આંતરિક આનંદ મળવો શક્ય હોય તો?

યોગાશ્રમ

હા, છે ને એક વિકલ્પ! જુનાગઢ શહેરના રેલ્વે સ્ટેશન તેમજ બસ સ્ટેશનથી માત્ર15 કી.મી.ના અંતરે ગિરનારની અલૌકિક ઔષધીઓ વચ્ચે આવેલું છે યોગાશ્રમ. ચાલો જાણીએ શું છે આ યોગાશ્રમ, અને ત્યાંની વિશેષતાઓ…

અહીં યોગાશ્રમમાં નેચરોપેથી તેમજ આયુર્વેદિક જેવીપ્રાકૃતિક પધ્ધતિઓ અપનાવવામાં આવે છે. પ્રકૃતિના ખોળે દવાઓ મુક્ત આ પધ્ધતિ ફક્ત લક્ષણો જ નહીં, પણ બીમારીને સંપૂર્ણ રીતે જડમૂળથી દૂર કરે છે.શરીરમાં રહેલા કીટાણુઓને કઈ રીતે દૂર કરવા, કેવો આહાર લેવો, કેવો આહાર ન લેવો- જેવી મહત્વની માહિતીઓ અહી જાણવા મળે છે.

ભોજન તેમજ રહેવાની સુવિધાઓ:

ચોખ્ખાઈને ધ્યાનમાં રાખી મહેમાનોને સાત્વિક ભોજન આપવામાં આવે છે. અહીં સારવાર દરમિયાન રહેવા માટેએ.સી. તેમજ નોન એ.સી. રૂમોની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

કઈ કઈ વસ્તુઓ સાથે લઈ આવવી?

  • બુટ
  • સ્લીપર
  • ટ્રેક શુટ
  • યોગા માટેનો લુઝ ડ્રેસ
  • ચાલુ દવાઓ
  • જૂની કોઈ અન્ય ફાઈલો
  • અન્ય કોઈ અંગત વસ્તુઓ

યોગાશ્રમ

શું છે નેચરોપેથી?

નેચરોપેથી એટલે “શરીર પોતે પોતાનું જ રક્ષણ કરે છે” – આ મૂળ મંત્ર અપનાવે છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિઅને આકાશ આ પંચમહાભૂતો આધારિત નેચરોપેથી દ્વારા સારવાર થાય છે. નેચરોપેથી એમ સૂચવે છે કે, પંચમહાભૂતોમાંના કોઈપણ એક કે વધારે મહાભૂતની ખામી કે અનિચ્છિત માત્રાના કારણે બીમારી ઉદ્દભવે છે, અને તે માટેની વિશેષ સારવાર અપનાવવાની હોય છે.

જેમ કે-

આકાશ- ઉપવાસ, લાઈટ ડાયેટ થેરાપી, જળ- હાઈડ્રોથેરપી, બીમારી પ્રમાણે બાથ, વાયુ- પ્રાણાયામ, ઓપન એર બાથ, બ્રિથીંગએક્સરસાઈસ, પૃથ્વી- મડ બાથ, મડ પેક, અગ્નિ- સ્ટીમ બાથ, સન બાથ, યુ.વી.થેરાપી

યોગાશ્રમ

વિશેષ પધ્ધતિઓ:

  1. કોલન હાઈડ્રોથેરાપી-

આ પધ્ધતિમાં કોલન(મોટા આંતરડાનો મોટો ભાગ)શુધ્ધિકરણ કરવામાં આવે છે. શરીરમાં રહેલા તમામમળને આ પ્રક્રિયા દ્વારા સહેલાઈથી દૂર કરવામાંઆવે છે.

  1. હિપ બાથ-

આ પધ્ધતિમાં જળ સ્નાન કરી શરીરનું તાપમાન જાળવવામાં આવે છે.

  1. હાઇડ્રોથેરાપી-

પાણીનો ઉપયોગ કરીને આ પધ્ધતિ દ્વારા અનિયમિત લોહીનું પરિભ્રમણનું નિયંત્રણ કરવામાં આવે છે.

  1. મડ થેરાપી-

મડ એટલે માટી. શરીર પર માટીનોલેપ લગાવીને કે માટીના મિશ્રણમાં સ્નાન કરીને શરીરના તાપમાન તેમજ શરીરમાં રહેલા ટોક્સિનનેદૂર કરવામાં આવતી પ્રક્રિયાને મડ થેરાપી કહેવાય છે.

  1. હિટ થેરાપી-

આ પધ્ધતિ થર્મોથેરાપી તરીકે ઓળખાય છે. ગરમ પાણી, ગરમ પાણીની બોટલ કે ગરમ પાણીમાં પલાળેલા કપડા દ્વારા જટિલ થયેલા હાડકાઓ કે સ્નાયુઓના દર્દથી રાહત મળે છે.

  1. મસાજ-

હાથ વડે પ્રેશર આપી શરીરના કોમળ સ્નાયુઓની ચેતના અકબંધ રાખવા તેમજ લોહીનું પરિભ્રમણ નિયંત્રિત કરવા માટે મસાજ અપનાવવા આવે છે.

  1. મેગ્નેટ થેરાપી-

ચુંબકના ઉપયોગ દ્વારા શરીરમાં રહેલા આયનોનું નિયંત્રણ મેગ્નેટ થેરાપી દ્વારાકરવામાં આવે છે.

  1. એક્યુપ્રેશર-

હાથ, હથેળીકે કોણી પર આવેલાપોઇન્ટ્સ ઉપર પ્રેશર આપવાથી બીમારીઓ કુદરતીરીતે દૂર કરી શકાય છે.

  1. આયુર્વેદા-

પ્રકૃતિના ખોળે મળતી ચમત્કારિક જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીને કોઈપણ જાતની આડઅસર વગર આયુર્વેદિક પધ્ધતિઓ અપનાવવામાંઆવે છે.

તો એકવાર અવશ્ય મુલાકાત લો યોગાશ્રમની.

સરનામું: યોગાશ્રમ, ઈસાપૂર(વાયા વડાલ), જી. જુનાગઢ.

સંપર્ક: +91 9978628333

Website: http://yog-ashram.com/

Author: Morvee Raval #TeamAapduJunagadh

Also Read : તુષાર સુમેરા : જૂનાગઢનાં નવા કમિશ્નરશ્રી આઇએએસ