લુ થી બચવાના ઘરગથ્થું ઉપાય : આજ કાલ સૂરજ માંથી વધારે પ્રમાણમાં અગ્નિજ્વાળાઓ ફેંકાઈ રહી છે અને મોસમ વિભાગની જાણકારી મુજબ આ સ્થિતિ 16 મે સુધી આમજ રહેશે. આ આકરા તાપથી શરીરમાં લુ લાગવા,સન સ્ટ્રોક કે હિટ સ્ટ્રોક નાં કેસોમાં સમયસર સારવારનો અભાવ જીવલેણ સાબીત થઇ શકે છે.
લુ લાગવા પર આ ઘરગથ્થુ ઉપાય કરી શકાય.
- છાયાઅથવા એસીવાળા સ્થાન પર દર્દીને લઇ જવો.
- દર્દીના શરીર પર ભીના કપડા ફેરવવા.
- પંખાનો સીધો પવન દર્દીના શરીર પર પહોંચે તેમ કરવુ.
- દર્દીને ઠંડા પાણીમાં નાહવા કહેવું.
- પ્રવાહી વધારે પીવુ.
- માદક પદાર્થોનું સેવન ન કરવું.
-કહે છે ” પાણી પહેલાં પાળ બાંધવી” તેવીજ રીતે લૂ જ ન લાગે તે માટે કેટલીક ટિપ્સ :
લુ થી બચવા માટેના સરળ ઉપાયો નીચે મુજબ છે.
- ઓછા વજનવાળા અને હળવા કપડા પહેરવા.
- તડકામાં કામ કરવાનું હોય તો આછા કલરના કપડા પહેરવા.
- પ્રવાહી વધારે માત્રામાં પીવું.
- બીપી, હૃદયરોગ અથવા માનસીક રોગની દવા લેતા હોય તો વધારે કાળજી રાખીને શરીરને ગરમીથી બચાવવુ જોઇએ અને હીટ સ્ટ્રોક સામે રક્ષણ માટેની પુરતી તૈયારી રાખવી.
- નાના બાળક અથવા કોઇપણ વ્યકિતને કારમાં બેસાડીને કાર પાર્ક કરી દેવી ખુબ જ ખતરનાક બની શકે છે. કારનું તાપમાન દશ મીનીટમાં જ ર૦ એફ વાતાવરણના તાપમાન કરતા ઉપર વધી શકે છે જે જીવલેણ બની શકે છે.
- દીનચર્યા એવી રીતે ગોઠવો કે શારીરિક કામ બહારનું હોય તો તે સવારે અથવા સાંજે કરવુ અને અનિવાર્ય હોય તો આગળ જણાવેલી કાળજી રાખવી.
- શરીરને ગરમીમાં કામ કરવાની ટેવ ન હોય તો તેને ધીમે ધીમે ટેવ પાડવી, એક સાથે શરીર ગરમીનો સામનો કરશે તો લુ લાગવાની શકયતા વધી જાય છે.
Also Read : જાણો સૌપ્રથમ ગિરનાર ની પરિક્રમા શરૂ કરાવનાર સોરઠ ના એક સંત વિશે