First Parikrama : જાણો સૌપ્રથમ ગિરનાર ની પરિક્રમા શરૂ કરાવનાર સોરઠ ના એક સંત વિશે

First Parikrama

First Parikrama : જૂનાગઢમાં દર વર્ષે દેવ દિવાળીએ યોજાતી ગરવા ગિરનાર ની પવિત્ર પરિક્રમા લાખો લોકો ઉમટી પડે છે. ગિરનારની પરિક્રમા ભારતીય સંસ્કૃતિનું રક્ષણ, દેશની અખંડીતતા અને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક રહી છે. આ પરિક્રમામાં સંતો-મહંતો, રાગી વૈરાગી અને ગામે ગામ થી અનેક ધર્મોના લોકો જોડાઇ છે ત્યારે આપણને સ્વાભાવિક સવાલ એ થાય કે ગિરનારની પરિક્રમા કોણે શરૂ કરાવી હશે અને શા માટે કારતક મહિના માં જ એકાદશી થી પુનમ સુધી થાય છે?
First Parikrama

આવા સવાલો નો જવાબ લગભગ ૮૦ વર્ષ પહેલાના પુસ્તક “પ્રભુની ફૂલવાડી” માથી મળે છે. આ પુસ્તકમાં નોંધ કરવામાં આવી છે કે ગરવા ગિરનારની પ્રથમ પરિક્રમા શરૂ કરનાર પ્રણેતા મેંદરડાના બગડુ ગામના લેઉવા પટેલ સંતશ્રી અજા ભગત હતા. લેઉવા કણબી પટેલ માં થયેલા સંત ભગત અજા ડોબરીયા હતા, પરંતુ તેના નિવાસ કાર્યની પ્રણાલિકા બગડુ ગામે બંધાણી છે, બગડું ગામ વિશે કહેવાય છે કે વર્ષો પહેલા ત્યાં બગડાલમ ઋષિનો આશ્રમ હતો તેના ઉપરથી ગામનું નામ બગડું પડેલ છે.
First Parikrama
ગીરનાર પરિક્રમા અંગેના પુસ્તકો માં આ પ્રમાણે નોંધ મળે છે તે મુજબ સંવંત ૧૯૩૯, ઈસવીસન ૧૮૮૨ માં ભાદરવી અમાસ એટલે શ્રાવણ મહિનાની અમાસ જેને આપણે ભાદરવી અમાસ કહીએ છીએ આ દિવસે અજાભગત દામોદર કુંડમાં નહાવા માટે ગયા ત્યારે ત્યાં આવેલ ફરાળી બાવાના આશ્રમમાં ગિરનારની મહિમા વર્ણવતું પુસ્તક વંચાતું હતું, આ પુસ્તકમાં વર્ણવાયેલી ગિરનારના મહિમાથી અજાભગત ભારે પ્રભાવિત થયા અને બાવાજી પાસે અજા ભગતે એ પુસ્તક વાંચવા માટે માંગ્યું ત્યારે તેમણે મૂળ પુસ્તક નહીં પરંતુ હસ્તલિખિત પુસ્તક આપ્યું.
First Parikrama
આ હસ્તલિખિત પુસ્તકમાંથી અજાભગતે શોધી કાઢ્યું કે કારતક સુદ અગિયારસ એટલે દેવઉઠી એકાદશીનાં દિવસે પોઢેલા તમામ દેવતાઓ જાગે છે, વળી કારતક સુદ એકાદશીથી પૂનમ એમ પાંચ દિવસ ભીષ્મપંચક વૃત્તારંભ થાય છે. દેહ પડી જાય ત્યાં સુધીમાં જો પ્રતિજ્ઞા કરી ભીષ્મપંચક વૃત્તારંભમાં ગિરનારની પરિક્રમા કરવામાં આવે તો સારું ફળ મળે છે.
આ વિચારનાં અમલ માટે આ વર્ષથી જ પરિકરમાં કરવી એમ નક્કી કરી વિક્રમ સંવત ૧૯૩૮ ઈસવીસન ૧૮૮૨ ના કારતક સુદ અગિયારસના દિવસે અખા ભગતે સંઘ તથા તેમના સેવકો સાથે પરિક્રમા કરી હતી. અજા ભગતની મંડળીએ ધૂન અને ભજન કરતાં પાંચ દિવસમાં પરિક્રમા પૂર્ણ કરી હતી. તેમની સાથે જૂનાગઢ અને તેની આસપાસના ગ્રામજનો પણ જોડાયા હતા.

આજેય પણ પરિક્રમામાં અજા ભગતની જય બોલાય છે. અજા ભગતે જીવનભર સાચા અર્થમાં લોકોની સેવા કરી હતી. તેમની સમાધિ જૂનાગઢની પાસે આણંદપર ગામના રસ્તે આવેલી છે.

સંદર્ભ: ઇન્ટરનેટ
Author: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh

Also Read : લુ થી બચવાના ઘરગથ્થું ઉપાય