નુતન વર્ષની નવલી આજે કારતક સુદી પાંચમ છે, ખરું કહ્યું તમે અરે ભાઈ આજે લાભ પાંચમ છે.

લાભ પાંચમ

આજે લાભ પાંચમ છે એટલે લગભગ મોટાભાગના બધા ધંધાર્થીઓને આજથી દિવાળીનું વેકેશન પૂરું.

ગુજરાતમાં દિવાળીના તહેવારો લાભપંચમીના દિવસે સમાપ્ત થાય છે અને દિવસ અત્યંત શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે લાભપંચમીના દિવસે કરવામાં આવેલી પૂજા તથા ઉપાસનાનાં ફળરૂપે આપણા જીવનમાં, વ્યવસાયમાં અને પરિવારમાં સુખશાંતિ, ભરપૂર લાભ અને સદ્દનસીબ લઈને આવે છે.

લાભ પાંચમ

લાભપાંચમ ગુજરાતમાં સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી, લાખેણી પંચમી અને લાભપંચમી તરીકે ઓળખાય છે. કેટલાક પ્રદેશોમાં સૌભાગ્ય લાભપંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌભાગ્ય એટલે સારા નસીબ અને લાભ એટલે નફો. તેથી દિવસ લાભ અને સારા નસીબ સાથે સંકળાયેલ છે.

લાભ પાંચમ

દિવાળી પછીથી શરૂ થતાં નવાં વર્ષમાં કારતક મહિનામાં અંજવાળીયાના પાંચમા દિવસને લાભપાંચમ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં મોટાભાગના દુકાન માલિકો અને વ્યવસાયિકો દિવાળીના તહેવારો પછી લાભપાંચમ પર તેમની કારોબારી પ્રવૃત્તિઓ ફરીથી શરૂ કરે છે. તેથી ગુજરાતમાં  લાભપાંચમ ગુજરાતીઓ માટે નવા વર્ષનું  પ્રથમ કાર્યકારી દિવસ છે. દિવસે ઉદ્યોગપતિઓએ નવા ગ્રાહકોના ખાતાંનું ઉદ્ઘાટન કરે છે. ખાતાંની ડાબી બાજુ શુભ લખીને, જમણી તરફ લાભ અને પ્રથમ પાનાના મધ્યમાં સાથિયા દોરી અને શ્રી૧| લખે છે. જેને સાંસ્કૃતિક રીતે શુભ માનવામાં આવે છે.

લાભપાંચમ દરમ્યાન થતી વિધિઓ:

  • જેઓ દિવાળી પર ધંધાના મુહૂર્તમાં નિષ્ફળ રહ્યા હોય તે લોકો દ્વારા લાભપાંચમનાં દિવસે શારદાપૂજન કરવામાં આવે છે.
  • વ્યવસાય સમુદાયના સભ્યો આજે તેમની દુકાનો ખોલે છે અને તેમની નવી ખાતાવહીની પૂજા કરે છે.
  • વેપારીઓ તેમના ધંધામાં માં લક્ષ્મીની પ્રસન્નતા માટે દિવસે દેવી લક્ષ્મીને પ્રાર્થના કરે છે.
  • ઘણાં લોકો તેમના મિત્રો અને પરિવારોના ઘરોની મુલાકાત લે છે. તેમની વચ્ચેના મીઠાં સંબંધોનાં પ્રતીકરૂપે મીઠાઈનું વિનિમય કરે છે.
  • કેટલાક ક્ષેત્રોમાં લોકો તેમના જ્ઞાનને વધારવા માટે લાભપંચમીના દિવસે તેમના પુસ્તકોની પૂજા કરે છે.
  • લાભપંચમી પર ગરીબો કે જરૂરિયાતમંદોને ખોરાક, કપડાં અથવા અન્ય આવશ્યક દાન આપવું ખૂબ શુભ માનવામાં આવે છે.

લાભપાંચમ મુહૂર્ત:

પૂજાનો સમય: સવારના 6:42 વાગ્યાથી 10:21 સુધી

સમયગાળો:  3 કલાક 39 મિનિટ

તિથીની શરૂઆત 23 કલાક 44 મિનિટે 11 નવેમ્બરના દિવસે

તિથિ પૂર્ણ:  બપોરે  1:50 વાગ્યે 13 નવેમ્બરના દિવસે

Also Read : નુસરત શાહ : ભારતની આ ખૂબ સુરત મહિલા સાસંદએ કર્યા આ વ્યક્તિ સાથે લગ્ન… જુઓ તસવીરો